Bollywood News: બોલિવૂડ સ્ટાર્સને કેટલીકવાર તેમની ફિલ્મો માટે સતત દિવસ-રાત શૂટ કરવું પડે છે. આવી સ્થિતિમાં તેઓ ઈચ્છા વગર પણ ખરાબ આદતોનો શિકાર બની જાય છે. આજે અમે તમને બોલીવુડના તે સુપરસ્ટારની કહાની જણાવી રહ્યા છીએ. જે દિવસમાં સો સિગારેટ પીતો હતો. પરંતુ હવે તે ધીરે ધીરે આ આદત છોડી રહ્યો છે. આ વાતનો ખુલાસો ખુદ અભિનેતાએ પોતાના એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો.
વાસ્તવમાં અમે બોલીવુડના સિંઘમ એટલે કે અજય દેવગનની વાત કરી રહ્યા છીએ. જે છેલ્લા ઘણા સમયથી પોતાની કોમેડી અને એક્શન દ્વારા દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. અજય દેવગને એકવાર ઝૂમને આપેલા ઇન્ટરવ્યુમાં તેની આ આદતનો ખુલાસો કર્યો હતો. અજય દેવગણે કહ્યું હતું કે એક સમયે તેને ધૂમ્રપાનની આદત હતી કે તે દિવસમાં 100 સિગારેટ પીતો હતો.
અજયે વધુમાં કહ્યું કે પણ હવે તે આ ખરાબ આદત છોડી રહ્યો છે અને હવે તે પહેલાની જેમ દિવસમાં 100 સિગારેટ નથી પીતો. અજય દેવગન બી-ટાઉનમાં પોતાના એક્શન માટે જાણીતો છે. અભિનેતાએ ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’થી ડેબ્યૂ કર્યું હતું. જેમાં તેણે બે બાઇક પર ભવ્ય એન્ટ્રી લીધી હતી.
પરેશ રાવલ વાપરવાના પૈસા ગર્લફ્રેન્ડ પાસેથી લેતા, 3 દિવસમાં જ છોડી દીધી બેંકની નોકરી, આ પાપ પણ કર્યું
ખરેખર જરૂર હતી કે મજબૂરીનો લાભ લીધો? આમિરે એક કિસિંગ સીન માટે 47 રિટેક લીધા, અભિનેત્રી માતા પણ…
હાથ ધરી હથિયાર, તડકો માથે તપ-તપે, તો’ય ઉભા અડીખમ…. વાસણા પોલીસ તમારી ફરજને સો-સો સલામ
આ દિવસોમાં અભિનેતા તેની આગામી ફિલ્મ ‘સિંઘમ 3’ને લઈને ચર્ચામાં છે. જેનું શૂટિંગ તેણે તાજેતરમાં કાશ્મીરમાં કર્યું હતું. આ સમયગાળાની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
આ વખતે આ ફિલ્મમાં અજય દેવગનની સાથે એક્ટર જેકી શ્રોફ પણ જોવા મળશે. આ ફિલ્મ 15 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થવાની છે.