Bollywood News: બોલિવૂડના ક્યૂટ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની કેમેસ્ટ્રી લોકોને ખુબ પસંદ આવે છે. બંનેને એકસાથે જોઈને ચાહકો પણ ઘણા ખુશ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આલિયા રણબીરની પહેલી પત્ની નથી, આ વાત રણબીર કપૂરે પોતે આટલા વર્ષો બાદ ખુલાસો કર્યો છે.
લગ્ન બાદ રણબીર કપૂર ઘણો બદલાઈ ગયો છે. તે પોતાની પત્ની આલિયા ભટ્ટ અને પુત્રી રાહા કપૂરની જવાબદારીઓ પણ સારી રીતે નિભાવી રહ્યો છે. આજે રણબીર અને આલિયા બીજાઓ માટે કપલનું શ્રેષ્ઠ ઉદાહરણ બની ગયા છે. બંને એકબીજા પર ખૂબ પ્રેમ પણ વરસાવે છે. પરંતુ પોતાના એક જૂના ઈન્ટરવ્યુમાં રણબીર કપૂરે પોતે જ ખુલાસો કર્યો હતો કે આલિયા તેની પહેલી પત્ની નથી, પરંતુ તે તેની બીજી પત્ની છે. જોકે, આ સાંભળીને આલિયા ભટ્ટ પોતે પણ ચોંકી ગઈ હતી.
રણબીરે આ વાતનો ખુલાસો કરતાં કહ્યું એક ક્રેઝી ફેન છોકરી વિશે આજે મારે વાત કરવી છે. તેણે કહ્યું કે મેં આજ સુધી મારી પહેલી પત્નીને જોઈ નથી અને ન તો હું ક્યારેય તેને મળ્યો છું. મારા ચોકીદારે મને કહ્યું કે પંડિતજી સાથે એક છોકરી આવી હતી અને મારા બંગલાના ગેટ પર લગ્ન કરી લીધા હતા. ગેટને ચાંદલો પણ કરવામાં આવ્યો હતો અને કેટલાક ફૂલો પણ ત્યાં પડ્યા હતા. તે મારા માટે ખૂબ પાગલ હતી. જો તમે નજીકથી જુઓ તો એવું કહી શકાય કે મારી એક્સને હજી સુધી હું મળ્યો નથી.
હોળી પહેલા આકાશમાંથી મુસીબત વરસશે! ક્યાંક આકરો તાપ તો ક્યાંક કરા રંગમાં ભંગ પાડશે, જાણો નવી આગાહી
એક જ ઝાટકે મુકેશ અંબાણીની રિલાયન્સે 81,763 કરોડ રૂપિયા ગુમાવ્યા, SBI ને પણ ધોળા દિવસે તારા દેખાયા!
તે સમયે જ્યારે આલિયાએ આ સાંભળ્યું તો તે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. રણબીર કપૂરની ફેન ફોલોઈંગ અને ફીમેલ ફેન્સ ખરેખર ગાંડા છે. પણ રણબીરે આટલી પાગલ ફેન્સ ક્યારેય જોઈ નથી. કોઈ તેના માટે એટલું પાગલ હોઈ શકે છે કે તે તેના ઘરે પહોંચે છે અને તે પણ પંડિત સાથે.