બોલિવૂડની સુંદર અભિનેત્રી એલી અવરામ પોતાની ફિલ્મો અને ડાન્સ સિવાય તેની સુંદરતા અને સ્ટાઇલ માટે પણ ફેમસ છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફેન્સ સાથે નવા-નવા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. પરંતુ હવે તેમણે શેર કરેલા વીડિયો અને તસવીરોને લઈને ઈન્ટરનેટનો પારો ખૂબ જ ગરમ થઈ ગયો છે.
કારણ કે લેટેસ્ટ લુકમાં એલી બ્રા સાથે જીન્સ પહેરીને કેટલાક પોઝ આપી રહી છે, જેને જાેઈને ચાહકો મદહોશ થઈ રહ્યા છે. એલી એ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો અને એક વીડિયો શેર કરીને તહેલકો મચાવ્યો છે.
રસોડામાં ઊભી રહીને તેણીએ તેના હાથમાં કોફીનો મગ પકડ્યો. પરંતુ તેની સ્ટાઈલ એવી છે, જે હવે ચર્ચાનો વિષય બની ગઈ છે. ખરેખર, એલી અહીં બ્રા સાથે માત્ર જીન્સ પહેરેલું છે અને જીન્સનું બટન અને ઝિપ્સ પણ ખુલી છે.
અહીં કેટલાક લોકો એલીના ફિગર અને સુંદરતાના વખાણ કરી રહ્યા છે. જ્યારે અમુક તેના અતરંગી પોઝ પર તેમનો મજાક અને કેટલાક તેને ટ્રોલ કરતા જાેવા મળી રહ્યા છે. અહીં એક યૂઝર્સે લખ્યું છે, ‘મેડમ કોફી પીવાની ઉતાવળમાં જીન્સનું બટન બંધ કરવાનું ભૂલી ગયા.
જ્યારે બીજાએ લખ્યું, ‘એલી જી પોતાની અન્ડરગાર્મેન્ટ બ્રાન્ડને પ્રમોટ કરી રહી છે. તેના કામની વાત કરીએ તો એલી છેલ્લે ‘મલંગ’માં જાેવા મળી હતી. આ ફિલ્મનું નિર્દેશન મોહિત સૂરી દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે ફિલ્મમાં આદિત્ય રોય કપૂર, કુણાલ ખેમુ, દિશા પટાની અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. આ સિવાય તે આમિર ખાન સાથે એક આઈટમ સોંગમાં પણ જાેવા મળી હતી.