પીએમ નરેન્દ્ર મોદી પર વધુ એક ફિલ્મ બનવાના સમાચાર છે, ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં હોવાની ચર્ચા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ બની છે. હવે ફરી એકવાર પીએમ મોદીની બાયોપિકને મોટા પડદા પર લાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પ્રોડ્યુસર પ્રેરણા અરોરા હવે પીએમ મોદીની બાયોપિકનું પ્લાનિંગ કરી રહી છે.
નિર્માતા પ્રેરણા અરોરા ‘ટોયલેટ એક પ્રેમ કથા’ અને ‘પરી’ જેવી ફિલ્મો માટે પ્રખ્યાત છે. સમાચાર અનુસાર, પ્રેરણા પીએમ મોદી પર બાયોપિક બનાવવા માંગે છે. કારણ કે તે ભારતમાં સૌથી ‘ગતિશીલ, સુંદર અને સક્ષમ’ વ્યક્તિ છે અને તે તેના કરતા મોટા હીરો વિશે વિચારી પણ શકતી નથી. એટલું જ નહીં, પ્રેરણા આ બાયોપિક માટે અમિતાભ બચ્ચનને કાસ્ટ કરવા માંગે છે. તેનું માનવું છે કે આ રોલ માટે તેના કરતાં વધુ સારું કોઈ ન હોઈ શકે.
પ્રેરણા એ પણ કહે છે કે દેશના વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીના જીવનના ઘણા પાસાઓ તેમની બાયોપિકમાં સામેલ કરવામાં આવશે. જેમાં મોટા પાયા પર વિદેશ નીતિને અનુસરવાથી લઈને આર્થિક વિકાસ લાવવા, કોવિડ-19 મહામારી અને રસીના વિતરણનો સમાવેશ કરવામાં આવશે. આ પહેલા અભિનેતા વિવેક ઓબેરોય પણ સ્ક્રીન પર પીએમ મોદીનો રોલ કરી ચૂક્યો છે.
હદ થઈ ગઈ પણ!! ક્લાસ રૂમથી લઈને બાથરૂમ સુધી કોન્ડોમના પેકેટ, પંચાયત ચૂંટણી પછી કેવી છે શાળાની હાલત?
આ તો નસીબ સારા કે આવું થઈ ગયું, બાકી તથ્ય પટેલના કારણે 9 કરતાં પણ વધારે જિંદગીઓ અસ્ત થઈ ગઈ હોત
જો કે, જ્યારે પ્રેરણાને કહેવામાં આવ્યું કે પીએમ મોદી પર બાયોપિક બની ચૂકી છે. તો તેણે કહ્યું કે તેણે તે ફિલ્મ જોઈ નથી, પરંતુ તેણે કહ્યું કે તે તેની ફિલ્મ દ્વારા પીએમ મોદી અને તેમની વાર્તા સાથે સંપૂર્ણ ન્યાય કરશે. તમને જણાવી દઈએ કે, વિવેક ઓબેરોયની ફિલ્મને બોક્સ ઓફિસ પર મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ નવી પામે મોદી બાયોપિકમાં પ્રેરણા શું પ્રેરણા બતાવે છે તે જોવું રસપ્રદ રહેશે.