છેલ્લા 2 દિવસથી એક ઘટના ખુબ જ વાયરલ થઈ રહી છે કે 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર લઈને આવેલા તથ્ય પટેલે ટોળાને અડફેટે લીધું અને તેની કાર ત્યાં જ અકસ્માતના સ્થળ પર ઉભેલી એક કાર સાથે અથડાઈ. આ અકસ્માતમાં 9 લોકોના કરૂણ મોત થયા છે. આ કાર અથડાયા બાદ લોકો તેના પર તેજાબી બન્યા હતા અને તેની કારને રોડની બાજુમાં કરાવી હતી. આ અકસ્માતમાં બે પોલીસકર્મી એક હોમગાર્ડ જવાન સહિત કુલ 9 લોકોના જીવ જતાં હાલમાં હાહાકાર મચી ગયો છે. જો તથ્યની કાર અકસ્માત સ્થળ પર ઉભેલી અન્ય કારને અથડાઈ ન હોત તો તેણે હજુ પણ વધુ લોકોને પોતાની કાર નીચે કચડી માર્યા હોત.
ઘટનાને જોયા બાદ આવી અનેક શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તથ્યની જેગુઆરે લોકોને કચડ્યા અને તેની કાર અન્ય કાર સાથે અથડાઈ એટલે તે તેણે તાત્કાલિક પોતાની કાર રોકી દીધી હતી અને જેના કારણે ઓછા લોકોના મોત થયા હતા. આ અકસ્તમાંમાં મોતને ભેટેલા 2 પોલીસકર્મી અને એક હોમગાર્ડ જવાન સિવાય 6 મૃતકોની ઉંમર 25 વર્ષ કરતા પણ ઓછી હતી. જે 9 લોકોને તથ્ય પટેલની જેગુઆર કાર નીચે કચડી નાખ્યા એ મૃતકોની વિગત નીચે પ્રમાણે છે.
અમન કચ્છી (સુરેન્દ્રનગર, ઉંમર-21),
અરમાન વઢવાણિયા (સુરેન્દ્રનગર, ઉંમર-21),
અક્ષર ચાવડા (બોટાદ, ઉંમર-21),
કૃણાલ કોડિયા (બોટાદ, ઉંમર-24),
નીરવ રામાનંદ (અમદાવાદ, ઉંમર-22),
રોનક બિહલપુરા (બોટાદ, ઉંમર-23),
જશવંત ચૌહાણ (હેડ કોન્સ્ટેબલ),
ધર્મેન્દ્રસિંહ પરમાર (કોન્સ્ટેબલ),
નિલેશ ખટીક (હોમગાર્ડ).
આ કેસમાં ખાસ નોંધવા જેવી વાત એ છે કે અકસ્માત 19-20 જુલાઈની મધરાત્રે અકસ્માત થયો છે. માહિતી પ્રમાણે 20 જુલાઈ, ગુરુવારના રોજ તથ્ય પટેલના કાકા મોન્ટુ પટેલનો જન્મદિવસ હતો. જેને લઈને 19 જુલાઈની રાત્રે એટલે કે બુધવારની રાત્રે એક ખાનગી પાર્ટીનું આયોજન કરાયું હતું. આ પાર્ટીમાં મોન્ટુ પટેલની નજીકના કેટલાક લોકો હાજર રહેવા કહેવાયું હતું. 12 વાગ્યા પહેલાં જ લોકો એકઠાં થવા લાગ્યા હતા.
એક વીડિયો અને મણિપુરના નફ્ફટો બગડ્યાં, મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવી, જાણો અસલી કારણ
28 કિલો સોનું, 1250 કિલો ચાંદી અને હજારો સાડીઓ; જાહો જહાલીમાં આ અભિનેત્રીનો કોઈ જવાબ નથી
મારપીટ, ગાળો અને બેફામ ટોર્ચર…. SDM જ્યોતિ મૌર્યની જેઠાણી પણ પતિથી અલગ થઈ ગઈ
હવે જ્યારે તથ્ય પટેલે અકસ્માત કર્યો ત્યારે તેનું આ પાર્ટી સાથે તો કોઈ કનેક્શન નથી ને? એ વાતને લઈને પણ શંકાઓ ઉપજી છે. કારણ કે પાર્ટી પૂરી થવાનો સંભવિત સમય અને તથ્યએ કરેલા અકસ્માતનો સમય, આ બન્ને સાથે કોઈ કડી હોવાની ચર્ચા છે. જો કે એ તો હવે સમય બતાવશે કે આખરે કઈ રીતે આ અકસ્માત થયો.