હૈદરાબાદમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન થયા ઘાયલ, શ્વાસ લેવામાં પણ તકલીફ

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઘાયલ થયા હતા. તેણે સોમવારે પોતાના બ્લોગ પર આ માહિતી આપી હતી. અમિતાભ હાલ મુંબઈમાં પોતાના ઘરે આરામ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન પ્રભાસની ફિલ્મ “પ્રોજેક્ટ A” નું શૂટિંગ કરી રહ્યા હતા. એક એક્શન સીન દરમિયાન તેમની પાંસળીમાં ઈજા થઈ હતી. હૈદરાબાદમાં ચેકઅપ બાદ અમિતાભને મુંબઈ મોકલવામાં આવ્યા હતા.

અમિતાભ બચ્ચન “પ્રોજેક્ટ A” નું શૂટિંગ કરી રહ્યા હતા

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું, ‘પાંસળીના પાંજરામાં સ્નાયુ ફાટી ગયા છે. શૂટિંગ કેન્સલ કરવામાં આવ્યું છે. તેને પાટો બાંધવામાં આવ્યો છે અને તેની સારવાર કરવામાં આવી રહી છે. તે ઘણું દુઃખી રહ્યું છે. હલનચલન કરવામાં મુશ્કેલી પડે છે. શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. મને આ પીડા માટે કેટલીક દવાઓ આપવામાં આવી છે. તેને સાજા થવામાં થોડા અઠવાડિયા લાગશે.lokpatrika advt contact

પાંસળીના પાંજરામાં સ્નાયુ ફાટી ગયા છે

બિગ બીએ લખ્યું, “જ્યાં સુધી હું સ્વસ્થ ન થઈ જાઉં ત્યાં સુધી તમામ કામ બંધ કરી દેવામાં આવ્યા છે. હું આરામ કરી રહ્યો છું. માત્ર જરૂરી વસ્તુઓ માટે થોડું ચાલીશ. હા, બાકીનું ચાલશે. મારા માટે આ કહેવું ખૂબ મુશ્કેલ છે પરંતુ આવુ કરવુ પડશે. જલસાના ગેટ પર મારા પ્રિયજનોને મળી શકતો નથી, તો હાલ તેઓએ ન આવવું જોઈએ.

અમિતાભને દિવાળી પહેલા કપાઈ હતી પગની નસ

અમિતાભ બચ્ચને દિવાળી પહેલા પોતાના પગની નસ કપાઈ જવાની જાણકારી આપી છે. તેણે પોતે એક બ્લોગ દ્વારા જણાવ્યું છે કે પગની નસ કપાઈ ત્યારે ઘણું લોહી વહી ગયું હતું. તેને હોસ્પિટલમાં પણ જવું પડ્યું, જ્યાં ડોક્ટરોએ તેના પગના ટાંકા લીધા.

PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપનારને છોડી દીધો, કોર્ટે કહ્યું- પુરાવા ઘટે છે, એટલામાં કંઈ ના થાય

ઘેટા-બકરાંની જેમ ઢગલો થઈ ખડકાઈ ગયા… 55ની લિમિટમાં 180 ભરી દીધા, બસમાં મુસાફરો જોઈને RTOએ માથું પકડી લીધું

મે રાત દિવસ કાળી મજૂરી કરી ખુશ રાખી… 21 વર્ષની પુત્રવધૂ 60 વર્ષના સસરા સાથે ભાગી ગઈ, પતિની આપવીતી રડાવી દેશે

રવિવારે અમિતાભ બચ્ચને પોતાના અંગત બ્લોગ પરથી આ ઘટનાની માહિતી આપી છે. તેણે લખ્યું છે કે, ધાતુના ટુકડાએ મારા ડાબા પગની નસને કાપી નાખી. નસ કાપતાની સાથે જ મારા પગમાંથી ઘણું લોહી વહી ગયું. સ્ટાર અને ડોકટરોની ટીમની મદદથી હું સમયસર સાજો થઈ શક્યો. ઓપરેશન થિયેટરમાં લઈ જવાયા બાદ મારા પગમાં ટાંકા આવ્યા હતા.


Share this Article