બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાના ઘરમાં આ સમયે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેના પિતા અનિલ મહેતાએ બુધવારે તેના બાંદ્રા ફ્લેટના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ સમાચારે સમગ્ર ઈન્ડસ્ટ્રીને હચમચાવી દીધી હતી. અનિલ મહેતાના અવસાનના સમાચાર સાંભળીને દરેકને આઘાત લાગ્યો છે.
અનિલના મૃત્યુના સમાચાર મળતા જ મલાઈકાના પૂર્વ પતિ અરબાઝ ખાન, અર્જુન કપૂર, સલીમ ખાન, કાજોલ સહિત તમામ સ્ટાર્સ તેના ઘરે પહોંચી ગયા હતા. આપને જણાવી દઈએ કે તેની આત્મહત્યાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આ દરમિયાન હવે એક મોટી માહિતી સામે આવી રહી છે. અનિલે મરતા પહેલા તેની બે દીકરીઓ મલાઈકા અને અમૃતાને ફોન કર્યો હતો.
બંન્ને દીકરીઓને કોલ કર્યો હતો
અનિલ મહેતાએ આત્મહત્યાના થોડા સમય પહેલા તેમની પુત્રીઓ મલાઈકા અરોરા અને અમૃતા અરોરાને છેલ્લો ફોન કર્યો હતો. સમાચાર મુજબ તેણે મલાઈકા અને અમૃતાને ફોન કરીને પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. તેણે કહ્યું હતું કે, ‘હવે હું બીમારીથી થાકી ગયો છું.’ આ પછી જ અનિલે આત્મહત્યા કરી લીધી.
પિતાના મૃત્યુ બાદ મલાઈકાએ પોસ્ટ શેર કરી
મલાઈકા અરોરાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાહકોને તેના પિતા અનિલ મહેતાના નિધનની જાણકારી આપી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘અમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે અમારા પ્રિય પિતા અનિલ મહેતા હવે આ દુનિયામાં નથી. તે ખૂબ જ દયાળુ વ્યક્તિ, એક સમર્પિત દાદા, ખૂબ જ પ્રેમાળ પતિ અને અમારા શ્રેષ્ઠ મિત્ર હતા.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
આ નુકસાનને કારણે અમારો પરિવાર આઘાતમાં છે, અમે મીડિયા અને અમારા શુભેચ્છકોને અમને ગોપનીયતા આપવાની અપીલ કરીએ છીએ. અમને સમજવા અને અમારી લાગણીઓની કદર કરવા બદલ અમે તમારો આભાર. આ પોસ્ટ વાંચીને મલાઈકાના ચાહકો પણ ઘેરા આઘાતમાં છે. સોશિયલ મીડિયા પર બધા અનિલને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.