Baida First Glimpse : ભારતના પ્રિય કથાકાર સુધાંશુ રાયે મકરસંક્રાંતિના પ્રસંગે પોતાની મચ અવેઇટેડ સાઇ-ફાઇ સુપરનેચરલ થ્રિલર ફિલ્મ બૈદાનો ઓફિશિયલ ફર્સ્ટ-લૂક વિડિયો રજૂ કર્યો હતો. 55 સેકન્ડના આ વીડિયોમાં નિર્જન ઝૂંપડીઓ, ફાનસ, જંગલો અને ભ્રમણાઓનું જાળું સામેલ છે. ફર્સ્ટ-લુક વીડિયોના સત્તાવાર અનાવરણની સાથે, ફિલ્મના નિર્માતા સુધાંશુ રાય અને દિગ્દર્શક પુનીત શર્માએ માહિતી આપી હતી કે બૈદા 21 માર્ચ, 2025 ના રોજ ભારતભરના થિયેટરોમાં રિલીઝ થશે.
પુનીત શર્મા દ્વારા દિગ્દર્શિત, ‘બૈદા’ એ ભારતના હિન્દી હાર્ટલેન્ડની પૃષ્ઠભૂમિ પર આધારિત આ પ્રકારની પ્રથમ સાય-ફાઇ સુપરનેચરલ થ્રિલર છે. આ ફિલ્મ સુધાંશુની સૌથી લોકપ્રિય ઓડિયો સ્ટોરી સિરીઝમાંની એક પર આધારિત છે. સેઇન્ટ્સ આર્ટ અને સ્ટોરીટેલર સુધાંશુ રાયના બેનરે ખૂબ જ પ્રિય હોરર કોમેડી ચૈપટ્ટીથી પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી ત્યારે ફિલ્મ સર્જકોએ બૈડાની પહેલી ઝલક સાથે એ ઓળખને એક નવું પરિમાણ આપ્યું છે.
ફિલ્મના દિગ્દર્શક પુનીત શર્માએ જણાવ્યું હતું કે, “બૈડા એ મૂંઝવણની વાર્તા છે, જેમાં સુધાંશુએ ભજવેલું મુખ્ય પાત્ર વિવિધ પરિમાણો અને સમયમર્યાદામાંથી પસાર થાય છે. જ્યારે તે એક અજ્ઞાત ભૂમિ તરફ આગળ વધે છે, ત્યારે તે એક વિચિત્ર માનવીને મળે છે અને એક અનુભવ શરૂ કરે છે જે ભારતીય પ્રેક્ષકો માટે સંપૂર્ણપણે નવો અને અનન્ય છે. બૈદા એ બે કલાકનું શુદ્ધ મનોરંજન પેકેજ છે, જેમાં પાવર-પેક્ડ સ્ટોરી સેટ કરવામાં આવી છે, જે અકલ્પનીય છે, જેનો અનુભવ ફક્ત મોટા પડદા પર જ થઈ શકે છે.”
ફિલ્મના મુખ્ય અભિનેતા અને લેખક સુધાંશુએ બૈદા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે: “બૈદા મારા ચાહકો અને શ્રોતાઓને મારું વચન પૂરું કરે છે કે તેમને ટૂંક સમયમાં જ મારા કાલ્પનિક બ્રહ્માંડનો અસાધારણ સિનેમેટિક અનુભવ મળશે. તેમાં એક ખાસ પાત્ર ડો. શેખાવતનું ઓન-સ્ક્રીન ડેબ્યૂ છે, જેને મારા બધા શ્રોતાઓ પહેલેથી જ પ્રેમ કરે છે. અમે આશા રાખીએ છીએ કે પ્રેક્ષકો બૈડાની અનોખી દુનિયાનો આનંદ માણશે.”
PM મોદીએ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોનું કર્યું ઉદઘાટન, નવી કારોનું પ્રદર્શન થશે, જાણો વિગતો
સુધાંશુ રાયને ચમકાવતી આ ફિલ્મના કલાકારોમાં ચૈપટ્ટી ફેમ શોભિત સુજય, ડિટેક્ટીવ બૂમરાહની મનીષા રાય, તરુણ ખન્ના, સૌરભ રાજ જૈન, હિતેન તેજવાની, અખલાક અહમદ આઝાદ અને પ્રદીપ કાબરા વગેરેનો સમાવેશ થાય છે. આ ફિલ્મના સંપાદક કંટારા અને 777 ચાર્લી-ફેમ પ્રતીક શેટ્ટી છે, જ્યારે ફોટોગ્રાફીના દિગ્દર્શક અભિષેક મોદક છે.