Bollywood News: ફિલ્મોમાં પોતાની અદાથી બધાનું દિલ જીતનાર અને હિટ ફિલ્મો આપનાર ભૂમિ પેડનેકરને લઈ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ છે. અભિનેત્રી ડેન્ગ્યુથી પીડિત છે અને છેલ્લા 8 દિવસથી તેની તબિયત ખૂબ જ ખરાબ હતી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર હોસ્પિટલના ફોટા શેર કર્યા અને તમામ ચાહકોને સાવચેત રહેવાની સલાહ પણ આપી. આ સાથે અભિનેત્રીએ જણાવ્યું કે તે પહેલા કરતા હવે ઘણું સારું અનુભવી રહી છે.
અભિનેત્રીએ હોસ્પિટલની ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું – ‘ડેન્ગ્યુના મચ્છરે મને 8 દિવસ સુધી સતત ત્રાસ આપ્યો છે. પણ આજે જ્યારે હું જાગી ત્યારે મને થોડું સારું લાગ્યું. તેથી મેં સેલ્ફી લેવાનું વિચાર્યું. મિત્રો…તમે બધા સાવચેત રહો. છેલ્લા કેટલાક દિવસો મારા પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. તમારી રોગપ્રતિકારક શક્તિને બુસ્ટ કરો. ઉચ્ચ પ્રદૂષણને કારણે તમારી રોગપ્રતિકારક શક્તિને ઘણું નુકસાન થયું છે. હું જાણું છું એવા ઘણા લોકો ડેન્ગ્યુથી પીડિત છે. આ વાયરસે સ્થિતિ વધુ ખરાબ કરી છે. મારી સંભાળ લેવા બદલ ડોકટરોનો આભાર.
અભિનેત્રી બીમાર અને નબળી જોવા બળી
ભૂમિ પેડનેકરે તેની ઈન્સ્ટા સ્ટોરીમાં શેર કરેલા ફોટામાં તે ખૂબ જ નબળી અને બીમાર દેખાઈ રહી છે. ફોટામાં અભિનેત્રીએ ડ્રિપ પહેરી છે. ભૂમિએ આ ફોટા શેર કરતાની સાથે જ ચાહકો તેમના માટે ખૂબ જ ચિંતિત થઈ ગયા અને અભિનેત્રીના સ્વસ્થ થવાની પ્રાર્થના કરવા લાગ્યા.