શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી દિવસેને દિવસે વધુ બોલ્ડ થઈ રહી છે.
હાલમાં જ પર્પલ ડ્રેસ પહેરીને અભિનેત્રીએ એવી રીતે પોઝ આપ્યો છે કે આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
આ તસવીરોમાં પલક તિવારીએ લાઈટ પર્પલ કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે. પલક આ ડ્રેસ સાથે ખુલ્લા વાળ, લાઇટ મેકઅપ અને હાઈ હીલ્સ પહેરેલી જોવા મળી હતી.
આ ડ્રેસ પહેરીને અભિનેત્રીએ એક કરતા વધુ કિલર પોઝ આપ્યા હતા. તસવીરો શેર કરીને પલક તિવારીએ તેના આગામી ગીતનું પ્રમોશન કર્યું હતું.
પલક તિવારીની ‘મંગતા હૈ ક્યા?’ આ ગીત 22 એપ્રિલે રિલીઝ થવાનું છે. આ દિવસોમાં અભિનેત્રી આ ગીતના પ્રમોશનમાં વ્યસ્ત છે.