બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુ પણ લગ્ન કરવાની તૈયારીમાં,જાણો!કયાં અને કયારે ?

Desk Editor
By Desk Editor
Share this Article

Bollywood: રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની બાદ હવે એવા સમાચાર છે કે બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુ પણ લગ્ન કરવાની તૈયારી કરી રહી છે. તાપસીના લગ્ન સાથે જોડાયેલી કેટલીક વિગતો સામે આવી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી ક્યાં લગ્ન કરવાનું વિચારી રહી છે. અહેવાલ છે કે ખૂબ જ ટૂંક સમયમાં ફિલ્મ ‘ડિંકી’ અભિનેત્રી તાપસી તેના બોયફ્રેન્ડ અને બેડમિન્ટન ખેલાડી મેથિયાસ બો સાથે આ વર્ષે માર્ચમાં લગ્ન કરશે.

રિપોર્ટ્સ અનુસાર, તાપસી તેના બોયફ્રેન્ડ સાથે લગભગ 10 વર્ષથી રિલેશનશિપમાં છે અને હવે તેઓએ વર્ષ 2024માં લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તાપસીએ તેના લગ્ન માટે રાજસ્થાનને પણ પસંદ કર્યું છે જ્યાં શાહી અંદાજમાં લગ્ન કરવાની વાત છે. અગાઉ પ્રિયંકા ચોપરા, પરિણીતી ચોપરા, કેટરિના કૈફ અને કિયારા અડવાણી જેવી અભિનેત્રીઓએ પણ તેમના લગ્ન માટે રાજસ્થાનની પસંદગી કરી હતી.

તાપસી અવારનવાર સોશિયલ મીડિયા પર તેના બોયફ્રેન્ડ સાથે જોવા મળે છે.

જોકે, તાપસી તરફથી લગ્નને લઈને કોઈ સત્તાવાર માહિતી નથી. તમને જણાવી દઈએ કે તાપસીએ તેના બોયફ્રેન્ડ સાથેના સંબંધોને છુપાવ્યા નથી અને સમય સમય પર તે તેની સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરે છે.

હિન્દી, તેલુગુ અને તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું છે.

ગુજરાતના દરિયાકાંઠે અચાનક આવી વિદેશી બોટ, ભારતીય નેવીએ જોયું તો આંખો ફાટી ગઈ! પોરબંદરમાં થશે મોટો ખુલાસો

ખેડૂત આંદોલનના કારણે મોટું સંકટ, ડીઝલ અને સિલિન્ડર ગેસને લઈ ધાંધિયા, જનતા ગુસ્સે થઈને વિફરી

‘મને માફ કરો, મને કામ આપો’… રેપરે માંગી સલમાન ખાનની માફી, કહ્યું- મને તેમનાથી ડર લાગે છે, કારણ કે….

તાપસી પન્નુ માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ તેલુગુ અને તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ પ્રખ્યાત ચહેરો છે. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. 2010માં તાપસીએ તેલુગુ ફિલ્મ ‘ઝુમ્મંડી નાદમ’થી અભિનયની શરૂઆત કરી હતી. બોલિવૂડની વાત કરીએ તો તેણે વર્ષ 2013માં ‘ચશ્મે બદ્દૂર’થી ડેબ્યૂ કર્યું હતું. તાપસીની પ્રખ્યાત બોલિવૂડ ફિલ્મોની વાત કરીએ તો ‘જુડવા 2’, ‘બદલા’, ‘નામ શબાના’, ‘પિંક’ અને ‘શાબાશ મિથુ’ જેવી ઘણી ફિલ્મો છે.


Share this Article
TAGGED: