Manmohan Singh Death : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ હવે આ દુનિયામાં નથી રહ્યા. ગુરુવારે રાત્રે તેમણે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 92 વર્ષના હતા. મનમોહન સિંહ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. તેમના નિધનના સમાચારથી માત્ર રાજકીય કોરિડોરમાં જ નહીં પરંતુ બોલિવૂડ અને ટીવી જગતમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સેલેબ્સ સોશિયલ મીડિયા દ્વારા તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.
કોંગ્રેસના આ દિગ્ગજ નેતા, અર્થશાસ્ત્રી અને ભારતના આર્થિક સુધારક 2004થી 2014 સુધી વડાપ્રધાન તરીકે સેવા આપી હતી અને દેશના ઇતિહાસ પર અમિટ છાપ છોડી હતી. મનમોહન સિંહના નિધન પર સની દેઓલ, સંજય દત્ત, મધુર ભંડારકર, નિમરત કૌર અને કપિલ શર્મા સહિત ઘણા સ્ટાર્સે શોક વ્યક્ત કર્યો છે.
સંજય દત્તે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પૂર્વ વડા પ્રધાનની તસવીર શેર કરી હતી અને તેમના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. સંજય દત્તે લખ્યું, ‘હું ડૉ.મનમોહન સિંહજીના નિધનથી ખૂબ દુઃખી છું. ભારત તેમના યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહીં, “તેમણે ટ્વીટ કર્યું હતું.
I’m deeply saddened by the passing of Dr. Manmohan Singh, a visionary leader who played a pivotal role in shaping India’s economic liberalization. His wisdom, integrity& contributions to the nation’s growth will always be remembered. My heartfelt condolences. #RIPDrManmohanSingh pic.twitter.com/Y5lybTCmTv
— Sunny Deol (@iamsunnydeol) December 26, 2024
સની દેઓલે પોતાના એક્સ એકાઉન્ટ પર એક ઈમોશનલ મેસેજ શેર કરતા લખ્યું છે કે, ‘ભારતના આર્થિક ઉદારીકરણને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવનારા દીર્ઘદ્રષ્ટા નેતા ડૉ.મનમોહન સિંહના નિધનના સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. રાષ્ટ્રના વિકાસમાં તેમની બુદ્ધિ, પ્રામાણિકતા અને યોગદાનને હંમેશા યાદ કરવામાં આવશે. મારી હૃદયપૂર્વકની સંવેદનાઓ.”
કેનેડાના નવા નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને થશે મુશ્કેલી! જાણો શું છે ટ્રુડોનો નવો ઓર્ડર
‘ભારત’ થી બેદખલ થશે કોંગ્રેસ, અરવિંદ કેજરીવાલની યોજના, સાથે રહેશે મમતા બેનર્જી-શરદ પવાર?
મંઝિલથી 200 મીટર પહેલા મોત… 22 વર્ષની છોકરી ટ્રેન છોડી બસમાં ચઢી, જયપુર ટૅન્કર ક્રૅશમાં ગઈ જાન
ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરે મનમોહન સિંહ સાથેની તેમની એક જૂની તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, “ડો.મનમોહન સિંહજીનું મૃત્યુ એક યુગનો અંત છે. ભારતના આર્થિક સુધારાના ઘડવૈયા તરીકે જાહેર સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાએ આધુનિક ભારતને આકાર આપ્યો છે. તેમના પરિવારના સભ્યો અને પ્રશંસકો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે.”