લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યો આખો અંબાણી પરિવાર, તસવીરોમાં જુઓ અનોખો જ અંદાજ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Ambani Family At Lalbaugcha :  મહારાષ્ટ્રમાં 10 દિવસ સુધી ચાલનાર ગણેશ ઉત્સવનો માહોલ પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન મુકેશ અંબાણી (mukesh ambani) પણ પોતાના પરિવાર સાથે લાલબાગચા રાજાના (Lalbagcha Raja) દર્શન કરવા આવ્યા હતા. મુકેશ અંબાણી આજે એટલે કે 22 સપ્ટેમ્બરે લાલબાગના રાજાના દર્શન કરવા પહોંચ્યા હતા. જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર સામે આવી છે.

 

આ તસવીરમાં મુકેશ અંબાણી પોતાની પત્ની નીતા અંબાણી, પુત્રી ઈશા અંબાણી, નાના પુત્ર અનંત અંબાણી અને તેમની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટ સાથે જોવા મળી રહ્યા છે.

 

 

મુકેશ અંબાણીએ લાલબાગના રાજાના દર્શન કર્યા બાદ સમગ્ર પરિવાર સાથે લાલબાગચા રાજાની આરતી પણ કરી હતી.

 

 

આ દરમિયાન નીતા અંબાણી પિંક કલરના સૂટમાં દેખાયા હતા. આ સાથે જ તેમની વ્હાલસોયી દીકરી ઈશા લીલા રંગના પ્રિન્ટેડ સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

 

સાથે જ અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચન્ટ પણ આ દરમિયાન ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. રાધિકા કપાળ પર તિલક કરીને ખૂબ જ સુંદર લાગતી હતી.

 

 

તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીના દિવસે મુકેશ અંબાણીએ પોતાના ઘર એન્ટિલિયામાં ધામધૂમથી બાપ્પાનું સ્વાગત કર્યું હતું. રાજનેતાઓ ઉપરાંત બોલીવૂડના મોટા મોટા સ્ટાર્સ પણ તેમને જોવા પહોંચ્યા હતા.

 

બજારમાં માત્ર ટામેટાં જ ટામેટાં થઈ ગયા, ખેડૂતો રસ્તા પર ફેંકવા મજબૂર, ભાવ આકાશથી સીધા ખીણમાં

 ભારત માટે બેવડો ખતરો વધ્યો! પાકિસ્તાને પણ ખાલિસ્તાનીઓને સમર્થન આપ્યું, સાથે મળીને કંઈક નવા જૂની કરશે

આ સુંદરી કોઈ અભિનેત્રી કે મોડેલ નથી પણ એક IAS ઓફિસર છે, છાતી ચીરનારો સંઘર્ષ કરીને પહોંચી આ મૂકામ પર

 

સાથે જ અંબાણી પરિવારે બાપ્પાને ખૂબ જ જોરદાર રીતે વિદાય આપી હતી. આ દરમિયાન રાધિકા મર્ચન્ટ પણ ડ્રમ પર ડાન્સ કરતી જોવા મળી હતી.

 

 


Share this Article