સિનેમા જગત હચમચી ગયું: 500 ફિલ્મમાં કામ કરનાર અભિનેતાનું મોત, દિગ્ગજોએ ભીની આંખે શ્રદ્ધાજંલી પાઠવી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Comedy Actor Birbal Khosla Died: સિનેમા જગત માટે દુ:ખદ સમાચાર છે. 500થી વધુ ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી લોકોને હસાવનાર કોમેડિયન બીરબલ ખોસલાનું (Birbal Khosla) નિધન થયું છે. બીરબલ 84 વર્ષના હતા અને વૃદ્ધાવસ્થાને લગતી સમસ્યાઓના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર આવતાની સાથે જ સિનેમા જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સૌ કોઈ ભીની આંખે અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

 

 

જોની લીવરે માહિતી આપી

અભિનેતા જોની લીવરે બીરબલ ખોસલાના મૃત્યુ અંગે માહિતી આપી હતી. બીરબલ ખોસલાના અંતિમ સંસ્કાર 13 સપ્ટેમ્બરે કરવામાં આવશે. બીરબલ ખોસલા વિશે તેમના નજીકના મિત્ર અને અભિનેતા રાજકુમાર કનોજિયાએ જણાવ્યું હતું કે ,’વૃદ્ધાવસ્થાને કારણે તેઓ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા. ઘૂંટણમાં ખૂબ દુખાવો થતો હતો અને તે ચાલી પણ શકતો ન હતો. કોઈ આર્થિક સમસ્યા ન હતી. પુત્ર સિંગાપોરમાં નોકરી કરે છે અને ત્યાંથી પૈસા મોકલતો હતો.

 

 

View this post on Instagram

 

A post shared by Ashwani Kumar (@motivationwaves_1)

 

પુત્ર અને પત્ની પાછળ રહી ગયા

બીરબલ ખોસલા પોતાની પાછળ પત્ની અને પુત્રને છોડી ગયા છે. બીરબલનો પુત્ર નોકરી માટે સિંગાપોરમાં રહે છે, જ્યારે બીરબલની પત્ની મુંબઈના અંધેરીના સેવન બંગાળમાં રહે છે. બહુ ઓછા લોકો જાણે છે કે બીરબલનું સાચું નામ સતિંદર કુમાર ખોસલા છે. તેમણે 1967માં ફિલ્મ ‘ઉપકાર’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે પંજાબી, ભોજપુરી અને મરાઠી ભાષાની ફિલ્મોમાં કામ કર્યું હતું.

 

 

 

ઓહ બાપ રે: ગુજરાતથી મથુરા જતી બસનો અકસ્માત, 11 લોકોના મોતથી હાહાકાર, 20 અતિ ગંભીર હાલતમાં

હવામાન વિભાગની નવી આગાહી ખાસ જાણી લેજો, ગુજરાત તરબોળ થશે કે કોરુધાકોર રહેશે? ખેડૂતો દિવસે ને દિવસે ઘેરી ચિંતામાં

સામાન્ય માણસ માટે સૌથી મોટી રાહતના સમાચાર, મોંઘવારી ઘટી ગઈ, શાકભાજી સહિત તમામ ખાદ્યપદાર્થો સસ્તા થયા

 

આ ફિલ્મોમાં જોવા મળ્યા

બિર્બર ખોસલાની ફિલ્મોની વાત કરીએ તો તેણે ‘મેરા ગાંવ મેરા દેશ’, ‘શોલે’, ‘તપસ્યા’, ‘સદમા’, ‘અમીર ગરીબ’, ‘રસ્તા કા પથ્થર’, ‘સુન મેરી લૈલા’, ‘અનિતા’, ‘ઇન્સાન’, ‘એક મહેલ કા સપના હો’, ‘દિલ’ અને ‘ફિર કભી’ જેવી ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી છે.

 

 


Share this Article