‘દયાબેન’ની આ હાલત જોઈને તમારા રૂંવાડા ઉભા થઈ જશે, દીકરીને ખોળામાં લઈને રડતાં રડતાં વર્ણવી દર્દનાક કહાની!

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દયાબેનનુ નામ ઘર-ઘરમાં જાણીતું બની ગયું હતું, દિશા વાકાણી લાંબા સમયથી નાના પડદાથી દૂરી બનાવી રહી છે. શોમાં ઘણી વખત દિશાની વાપસીના સમાચાર આવ્યા હતા, પરંતુ તેમાં કોઈ સત્ય નહોતું. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં દિશા તેની અગ્નિપરીક્ષાને વર્ણવતી જોવા મળી રહી છે. વિડીયો જોયા બાદ ફેન્સ સમજી શકતા નથી કે દિશા સાથે શું થયું છે. તો જાણો આ વાયરલ વીડિયોનું સત્ય…

કાર્તિક આર્યને પરેશ રાવલને એક જોરદાર લાફો ઝીંકી દીધો, જોનારા બધાના હોશ ઉડી ગયા

પરણેલા મિથુન ચક્રવર્તીએ શ્રીદેવી સાથે બાંધ્યા આડા સંબંધો, છાનામાના લગ્ન પણ કર્યા, પછી પત્નીને ખબર પડી અને….

દિશા વાકાણીએ જણાવી દર્દનાક કહાની

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં દિશા વાકાણી એક બાળકને હાથમાં પકડેલ જોવા મળી રહી છે. આ સાથે તે પોતાની દર્દનાક કહાની કહી રહી છે, જેમાં તેની આંખોમાંથી આંસુ દડી રહ્યાં છે. તે રડી રહી છે અને સિસ્ટમને દોષી ઠેરવી રહી છે. દિશાના આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ પણ અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

https://www.instagram.com/reel/CnHP7gnhbgL/?utm_source=ig_embed&ig_rid=a1c37268-11b0-4d58-ac66-9aaccef6e398

 

વાયરલ વીડિયોનો ચોંકાવનારો ખુલાસો

આ વાયરલ વીડિયો એક ફિલ્મનો છે. આ ફિલ્મ હતી ‘સી કંપની’, જે 2008માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તુષાર કપૂર, મિથુન ચક્રવર્તી અને અનુપમ ખેર મુખ્ય ભૂમિકામાં હતા.

તુષાર કપૂર પત્રકારની ભૂમિકામાં છે અને દિશા વાકાણીની અગ્નિપરીક્ષા દુનિયાને સંભળાવી રહ્યો છે. એક યુઝરે લખ્યું, ‘હવે સમજાયું કે દયા ભાભી આટલી બધી ખોવાયેલી કેમ રહે છે’, જ્યારે બીજાએ લખ્યું, ‘તારક મહેતા પર પાછા જાઓ.’

દિશા બે બાળકોની માતા છે

દિશા વાકાણીના ‘તારક મહેતા’ શોમાં કમબેક કરવાની ચર્ચા ઘણા સમયથી સામે આવી રહી છે. ચાહકો પણ ઈચ્છે છે કે દયાબેન શોમાં પાછા ફરે. પરંતુ તે ખરેખર શોમાં પરત ફરશે કે નહીં તે અંગે કોઈ માહિતી નથી.

અભિનેત્રીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુર વિદ્યા સાથે લગ્ન કર્યા છે. જ્યારે દિશા બે બાળકોની માતા છે અને તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. દિશાની પુત્રીનો જન્મ 2017માં થયો હતો, જ્યારે 2022માં તેણે પુત્રને જન્મ આપ્યો હતો.


Share this Article