બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની અપકમિંગ ફિલ્મ ‘ગહેરાઈયાં’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ થિયેટર નહીં પરંતુ, ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. ‘ગહેરાઈયાં’ના ટ્રેલરમાં લવ ટ્રાયંગલ જાેવા મળી રહ્યો છે કે જેમાં પ્રેમ, રોમાંસ અને વાસના છે. સાથે-સાથે દગો પણ છે. સંબંધોની ગૂંચવણોને રજૂ કરતી બોલિવૂડ ફિલ્મ ‘ગહેરાઈયાં’નો ડિરેક્ટર શકુન બત્રા છે. ફિલ્મના ટ્રેલરમાં દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદીનો રોમાંસ જાેવા મળી રહ્યો છે. ફિલ્મ ગહરાઈયાંમાં દીપિકા પાદુકોણની સાથે-સાથે સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે, ધૈર્ય કરવા, નસીરુદ્દીન શાહ, રજત કપૂર જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.
કોરોના વાયરસની મહામારીના કારણે ‘ગહરાઈયાં’નું શૂટિંગ મોડું શરૂ થયું અને ગોવામાં શૂટ થયું છે. આ ફિલ્મ તારીખ ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૨એ ઓટીટી પ્લેટફોર્મ પર ભારત સહિત દુનિયાના ઘણાં દેશોમાં રિલીઝ થવા જઈ રહી છે. ‘ગહેરાઈયાં’નું મ્યુઝિક સ્વંતત્ર સંગીતકાર જાેડી કબીર કથપાલિયા અને સવેરા મહેતાએ આપ્યું છે. જ્યારે ગીતો કૌસાર મુનીર અને અંકુર તેવારીએ લખ્યા છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પોતાના કરતા ૮ વર્ષ નાના એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી સાથે રોમાન્સ કરતી જાેવા મળશે. ફિલ્મમાં નસીરુદ્દીન શાહ અને રજત કપૂર પણ મહત્વના રોલમાં છે.
આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર ૨૪૦થી પણ વધુ દેશોમાં એકસાથે રિલીઝ કરવામાં આવશે. ડિસેમ્બર ૨૦૨૧માં ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું જેને સારો પ્રતિસાદ મળ્યો હતો. અગાઉ આ ફિલ્મ ૨૫ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ હવે ફિલ્મના મેકર્સે રિલીઝ ડેટ બદલી નાખી છે. દીપિકાની બર્થ ડે પર ફિલ્મની રિલીઝ ડેટ ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ કરી હોવાની જાણકારી આપવામાં આવી હતી. એટલે કે, આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ વેલેન્ટાઈન વીકમાં રિલીઝ થશે.
વર્કફ્રંટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ છેલ્લે પતિ રણવીર સિંહ સાથે ફિલ્મ ‘૮૩’માં જાેવા મળી હતી. આ ફિલ્મ ડિસેમ્બર મહિનામાં જ થિયેટરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. હવે દીપિકા શાહરૂખ ખાન સાથે ‘પઠાણ’માં, અમિતાભ બચ્ચન સાથે હોલિવુડ ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’ની હિન્દી રિમેકમાં, હૃતિક રોશન સાથે એક્શન ફિલ્મ ‘ફાઈટર’માં અને પ્રભાસ સાથે પણ એક ફિલ્મમાં જાેવા મળશે.