દીપિકા પાદુકોણને ઢઢો કે શું, રણવીર સાથે પરણી ગઈ છતાં રણબીર ભૂલાતો નથી, શેર કર્યો રોમાન્સનો ચોંકાવનારો વીડિયો

Desk Editor
By Desk Editor
Share this Article

bollywood news : એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરની જોડી ફિલ્મોથી લઈને રિયલ લાઈફ સુધી ખૂબ જ હિટ રહી હતી. જોકે આ સંબંધ કોઇ બંધનમાં બંધાઇ શક્યો નહોતો અને બંને અલગ થઇ ગયા હતા. હવે દીપિકા પાદુકોણ ફરી એકવાર 10 વર્ષ જૂની યાદોમાં ખોવાઈ ગઈ છે. વાસ્તવમાં દીપિકા અને રણબીર કપૂરની હિટ ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ને ગઈકાલે 10 વર્ષ પૂરા થયા છે. આવી સ્થિતિમાં દીપિકાને રણબીર કપૂરની ખોટ સાલશે જ.

ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરની જોડીને ખૂબ પસંદ કરી

રણબીર દીપિકાની ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ એક શાનદાર અને સદાબહાર ફિલ્મ છે. આ ફિલ્મને 10 વર્ષ થઈ ગયા છે, પરંતુ આજે પણ તેના ગીતો અને ફિલ્મો લોકોને આકર્ષિત કરે છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે દીપિકાએ પોતાના એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથેના ઘણા વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. ફિલ્મની ક્લિપ્સ સાથેના કેપ્શનમાં લખ્યું છે, ‘પીસ ઓફ માય હાર્ટ’ જ્યારે બીજા વીડિયોમાં લખ્યું છે, ‘મારી આત્મા’.

ફિલ્મના બહાને પણ દીપિકાને પોતાનો પ્રેમ યાદ આવી ગયો. કદાચ આ જ કારણ છે કે અભિનેત્રી ફરી એકવાર રણબીર કપૂર સાથે વિતાવેલી પોતાની જૂની યાદોમાં ખોવાઈ ગઈ છે. અભિનેત્રીએ એક ખૂબ જ રોમેન્ટિક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં બંને પ્રેમથી એકબીજા સાથે માથું હલાવતા જોવા મળે છે.

 ફિલ્મની લોકપ્રિયતા હજુ પણ એટલી જ છે

વાસ્તવમાં, અયાન મુખર્જીની ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ને 10 વર્ષ પૂરા થઈ ગયા છે, પરંતુ ફિલ્મની લોકપ્રિયતા હજુ પણ એટલી જ છે જેટલી રિલીઝ સમયે હતી. અયાન મુખર્જીએ ફિલ્મની કેટલીક ખાસ ક્ષણો પણ ચાહકો સાથે શેર કરી છે અને એમ પણ લખ્યું છે કે આ ફિલ્મ મારા બાળક જેવી છે, જે મારા દિલ અને આત્માનો ટુકડો છે.

 

IPL ફાઈનલ: 5 ખેલાડીઓ કે જેમણે CSK ટીમને ચેમ્પિયન બનાવી, 4 એ 180+ ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા, જાણો અંદરની વાત

કરણી સેનાના રાજ શેખાવત અને પોલીસ વચ્ચે મોટો ડખો થઈ ગયો, અમદાવાદમાં બાબાનો દિવ્ય દરબાર લાગે એ પહેલાં જ વિવાદ

 

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર રહી

ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ રિલીઝ થયાને 10 વર્ષ થઈ ગયા છે. ધર્મા પ્રોડક્શન હેઠળ બનેલી આ ફિલ્મને અયાન મુખર્જીએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં દીપિકા અને રણબીર ઉપરાંત આદિત્ય રોય કપૂર અને કલ્કી કોચલિન પણ લીડ રોલમાં હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીના મામલે પણ શાનદાર રહી હતી. આ ફિલ્મના ‘બાલમ પિચકારી’, ‘બદતમીઝ દિલ’ અને ‘કબીરા’ જેવા ગીતો ખૂબ જ હિટ રહ્યા હતા.


Share this Article