ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતે લગ્નના ૧૮ વર્ષ પછી એકબીજાથી છૂટા પડવાનો ર્નિણય લીધો હતો. આ વાત જ્યારે સોશિયલ મીડિયા પર સામે આવી ત્યારે ફેન્સને જાેરદાર ઝાટકો પણ લાગ્યો હતો. લોકોને નવાઈ લાગી કે આટલી સુંદર લાગતી જાેડી આખરે કયા કારણોસર અલગ પડી રહી છે. પણ શું તમે એક વાત જાણો છો કે ધનુષ અને ઐશ્વર્યા હાલ હૈદરાબાદમાં એક હોટલમાં રહી રહ્યા છે? આ ઘટનાને સંજાેગ કહીશું કે પછી બીજુ કંઈ, પણ આ વાત સાચી છે. ધનુષ અને ઐશ્વર્યા રામોજી રાવ સ્ટુડિયોમાં એક ફાઈવ સ્ટારમાં હોટલમાં રહી રહ્યા છે.
રામોજી રાવ સ્ટુડિયોમાં શૂટિંગ કર્યા પછી મોટાભાગના સેલિબ્રિટીસ આ હોટલમાં સ્ટે કરતા હોય છે. રિપોર્ટ મુજબ, ધનુષ અહીં તેની કોઈ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. જ્યારે ઐશ્વર્યા એક લવ સોંગ ડિરેક્ટ કરી રહી છે. આના જ શૂટિંગ માટે તે રામોજીરાવ સ્ટુડિયોમાં છે. આ સોંગનું શૂટિંગ ૨૩ જાન્યુઆરીથી શરૂ થયુ છે. આ સોંગને વેલેન્ટાઈન ડે પર રિલીઝ કરવામાં આવશે. ધનુષે ઐશ્વર્યાથી ૧૮ વર્ષ બાદ અલગ થવાની જાણકારી આપતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. તેણે લખ્યું હતું કે, ૧૮ વર્ષ સુધી દોસ્ત, માતા-પિતા અને કપલ તરીકે અમારો સાથ રહ્યો.
એકબીજાની સમજદારીની આ સફર આગે પણ આવી જ રીતે ચાલ્યા કરશે, પરંતુ આજે અમે એક એવા વળાંકે આવી ગયા છીએ કે જ્યાંથી અમારા રસ્તા અલગ થઈ જાય છે. ઐશ્વર્યા અને મેં અલગ થવાનો ર્નિણય લીધો છે. તમામ લોકો અમારા ર્નિણયની રિસ્પેક્ટ કરજાે અને પ્રાઈવસી જાળવી રાખજાે. રજનીકાંતની દીકરી ઐશ્વર્યા સાથે ધનુષે વર્ષ ૨૦૦૪માં લગ્ન કર્યા હતા.
બંનેને બે બાળકો છે અને નામ યાત્રા તથા લિંગા છે. ધનુષ અને ઐશ્વર્યાનો સંબંધ કેમ તૂટ્યો, એને લઈને અનેક અટકળો વહેતી થઈ હતી. જાે કે, ધનુષના પિતાએ તાજેતરમાં જ જણાવ્યું કે, કયા કારણોથી તેઓ અલગ થયા છે. એક ઈન્ટરવ્યૂમાં તેઓએ કહ્યું કે, આ છૂટાછેડા નથી પણ સેપરેશન છે. મોટાભાગે ફેમિલી અને કપલ વચ્ચે અસહમતિ અને પારિવારિક ઝઘડા થઈ જતા હોય છે. એ જ કારણે આ કપલ પણ અલગ થયુ છે.