ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના નિવેદનો અને ચમત્કારોના સમાચારોને કારણે ચર્ચામાં રહે છે. જેના કારણે બાગેશ્વર ધામમાં આવનારા લોકોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ઘણા મોટા અને પ્રખ્યાત લોકો પણ તેમને મળવા પહોંચે છે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય તેની પુત્રી સાથે બાગેશ્વર ધામ પહોંચી છે. ઘણા લોકો તેને સાચું માનીને આગળ પણ શેર કરી રહ્યા છે. પરંતુ, વીડિયો તપાસ્યા બાદ જાણવા મળ્યું કે આ વીડિયો નકલી છે.
https://www.facebook.com/watch/?v=1306779186551444&t=6
વીડિયોમાં શું છે
આ વીડિયો અક્કુ સિંહ આકાશ નામના યુઝરે તેના ફેસબુક એકાઉન્ટ પર 4 દિવસ પહેલા અપલોડ કર્યો હતો. તેણે તેની સાથે લખ્યું, ‘ઐશ્વર્યા રાય બાગેશ્વર ધામ પહોંચી’. અન્ય એક યુઝરે ઐશ્વર્યા રાયને બાગેશ્વર ધામ જવાની વાત પણ કરી હતી. પોતાના ફેસબુક એકાઉન્ટ પર વીડિયો શેર કરતા તેણે લખ્યું, ‘ઐશ્વર્યા રાયે બાગેશ્વર ધામના આશીર્વાદ લીધા… જય બાલાજી મહારાજ.’ ઐશ્વર્યા રાય તેની પુત્રી સાથે સફેદ કપડામાં જોવા મળી રહી છે. વીડિયોમાં એવું લાગી રહ્યું છે કે ઐશ્વર્યા ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે વાત કરી રહી છે. કેટલાક લોકો એવો પણ દાવો કરી રહ્યા છે કે ઐશ્વર્યા તેના ભવિષ્યની સ્લિપ હટાવી રહી છે.
હોળી પર 3.5 કરોડ મહિલાઓને મોટી ગિફ્ટ, બસોમાં એક પણ પૈસો ભાડુ નહીં આપવાનું, મફતમાં જ મુસાફરી કરો
તપાસનો દાવો
તપાસ બાદ જાણવા મળ્યું છે કે આ વીડિયો નકલી છે. તેને ધીરેન્દ્ર શાસ્ત્રી અને ઐશ્વર્યા રાયના બે અલગ-અલગ સમયના વીડિયોને જોડીને બનાવવામાં આવ્યો છે. જ્યારે તેની વધુ તપાસ કરવામાં આવી ત્યારે તેને લગતા મીડિયા રિપોર્ટ્સ પણ મળી આવ્યા હતા. ખરેખર, આ વીડિયો વર્ષ 2019ના દુર્ગા પંડાલનો છે. ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે મા દુર્ગા પૂજા માટે પહોંચી હતી. તે જ સમયના વિડિયોનો કેટલોક ભાગ લઈને આ નકલી વીડિયો તૈયાર કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આ પહેલા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અભિનેતા અમિતાભ બચ્ચનને લઈને આવા ખોટા દાવા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.