બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની પોતાના હુસ્નથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવતી રહે છે. તે અવારનવાર પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે, જેને જાેઇને ફેન્સને હોંશ ઉડી જાય છે. ત્યારે ફરી એક વાર દિશા પટનીએ પોતાના ફેન્સના દિલના ધબકારા વધારી દીધા છે. તેણે પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ફોટોમાં દિશા પટાની બ્રાઉન બિકિની પહેરીને સૂતેલી જાેવા મળી રહી છે. તેણે દરિયા કિનારે પોતાની પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કર્યુ છે. દિશા પટનીએ મિનિમલ મેકઅપ કર્યો છે. તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને તે ગોલ્ડન ઇયરિંગ્સ પહેરેલી જાેવા મળી રહી છે, જે તેના લૂકને ચાર ચાંદ લગાવી રહ્ય છે. દિશાના આ કાતિલ અંદાજને જાેઇને સોશ્યલ મીડિયા પર તેના ફેન્સ ફીદા થઇ ગયા છે.
દિશા પટાનીએ તેની આ બોલ્ડ ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. કોમેન્ટ સેક્શનમાં ફેન્સ દિશાના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, બેસ્ટ ફોટો દિશા મેમ. તો બીજાએ કમેન્ટ કરીને લખ્યું તે, તમારી સ્ટાઇલ ખૂબ પસંદ આવી. આ સિવાય અનેક યુઝર્સે કમેન્ટ સેક્શનમાં હાર્ટ અને ફાયર ઇમોજી શેર કર્યા છે.
દિશા પટની સોશ્યલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અનેક વખત પોતાની સુંદર તસવીરો શેર કરી ફેન્સના મન મોહી લે છે. દિશા પટનીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે તે રાધેઃયોર મોસ્ટ વોન્ટેડ ભાઇમાં નજરે આવી હતી. જેમાં તેણે સલમાન ખાન, જેકી શ્રોફ અને રણદિપ હુડ્ડા સાથે કામ કર્યુ હતું. જાેકે, ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ તરફથી કોઇ ખાસ રિસ્પોન્સ નહોતો મળ્યો. હાલ દિશા, મોહિત સૂરીની ફિલ્મ એક વિલન ૨ને લઇને ચર્ચાઓમાં છે. આ ફિલ્મમાં તે તારા સુતારીયા, અર્જુન કપૂર અને જ્હોન અબ્રાહમ સાથે કામ કરતી નજરે આવશે.