Bollywood News: ‘મહાદેવ બુક’ ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં રણબીર કપૂરની મુશ્કેલીઓ વધી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અભિનેતાને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. હવે તપાસ એજન્સી આ મામલામાં આલિયા ભટ્ટના પતિ રણબીર કપૂરની પૂછપરછ કરવા જઈ રહી છે. તમે જાણો છો કે આ પહેલા બોલિવૂડના 14 મોટા સેલેબ્સના નામ સામે આવ્યા હતા જેમાં સની લિયોનથી લઈને નેહા કક્કડ સુધીના નામ સામેલ હતા.
બોલિવૂડ એક્ટર રણબીર કપૂર પર EDની નજર પડી છે. રણબીર કપૂર પર ઓનલાઈન ગેમિંગમાં સટ્ટાબાજીનો આરોપ છે. તમને જણાવી દઈએ કે મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં રણબીર કપૂરને બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યો છે. રણબીર કપૂરને 6 ઓક્ટોબરે તપાસ એજન્સી સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મામલો મહાદેવ સટ્ટાબાજી એપના સ્થાપક સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસ સાથે સંબંધિત છે. અગાઉ, તપાસ એજન્સીએ ₹417 કરોડની રકમ જપ્ત કરી છે જે મની લોન્ડરિંગમાંથી આવી હતી.