ફિલ્મ ફાઈટરને લઈને હવે અનિલ કપૂર પણ આખી ફિલ્મ જોવા માટે રાહ જોઈ રહ્યો છે. ફિલ્મને લગતું એક પોસ્ટર તેણે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું. જેના પર ફેન્સ અનેક પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ફાઈટર ફિલ્મમાં તે લીડ રોલ પ્લે કરી રહ્યા છે. સિનિયર એક્ટર હવે સમગ્ર ફિલ્મ જોવા માટે આતુર છે. એવું એની પોસ્ટ પરથી કહી શકાય છે.
ઋત્વિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર જેવા કલાકારોને ચમકાવતી ફિલ્મ ‘ફાઇટર’ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે ગણતંત્ર દિવસના અવસર પર સિનેમાઘરોમાં આવશે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મને 2024ની સૌથી મોટી ફિલ્મ કહેવામાં આવી રહી છે. જે આતુરતા સાથે દર્શકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે તે જ આતુરતા સાથે અભિનેતા અનિલ કપૂર પણ દિવસો ગણી રહ્યો છે.
અનિલ કપૂરની આ પોસ્ટ પર યુઝર્સનો ઉત્સાહ જોવા જેવો છે. કોમેન્ટ બોક્સ બતાવે છે કે આ ફિલ્મ માટે કેટલો ક્રેઝ છે. એક યુઝરે લખ્યું, ‘રિતિક રોશન, અનિલ કપૂર અને દીપિકા પાદુકોણ…ત્રણ મોટા સ્ટાર, આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થશે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘અમે આ ફિલ્મના ટીઝરની રાહ જોઈ રહ્યા છીએ.’ કેટલાક યુઝર્સ ફિલ્મ માટે અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે.
https://www.instagram.com/p/C0EFDM-S3TD/?utm_source=ig_web_copy_link
આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે. જેનું ટીઝર આગામી મહિને આવી શકે છે. અનિલ કપૂરની બે બેક ટુ બેક ફિલ્મ એનિમલ અને ફાઈટર આ વર્ષે એની કમાણી વધારનારી બને એ નક્કી છે. જોકે, બન્ને ફિલ્મના મેકર્સે ખાસ કોઈ વિગત જાહેર કરી નથી. માત્ર એક પોસ્ટર જાહેર કરીને લોકોનું એક્ઝાઈટમેન્ટ વધારી દીધુ છે. એનિમલ ફિલ્મની વાત કરવામાં આવે તો આ ફિલ્માં રણબીર કપૂરનો એકશન અવતાર જોવા મળશે.