Entertainment News : બોલિવૂડ અભિનેતા સની દેઓલ (Sunny Deol) આ દિવસોમાં તેની તાજેતરની રિલીઝ થયેલી ગદર ૨ (Gadar 2) ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. કમાણીના મામલે તેની ફિલ્મ તબાહી મચાવી રહી છે. વાસ્તવમાં બેંક ઓફ બરોડાએ (Bank of Baroda) સની દેઓલને જુહુ સ્થિત પોતાના બંગલાની હરાજીને લઈને નોટિસ ફટકારી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે 25 સપ્ટેમ્બરે તેમના બંગલાની હરાજી કરવામાં આવશે. જો કે હવે બેંકે તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે.
બેંક વતી એવું કહેવામાં આવ્યું હતું કે સની દેઓલે તેના જુહુ બંગલા પર લગભગ 56 કરોડ રૂપિયાની લોન લીધી હતી, જે તે ચૂકવી શક્યો ન હતો. જે બાદ બેંકે નોટિસ જાહેર કરી હતી કે હવે તેમના બંગલાની હરાજી કરવામાં આવશે. પરંતુ 24 કલાકની અંદર બેંકે પોતાનો નિર્ણય બદલીને હરાજી પર પ્રતિબંધ લગાવી દીધો છે.
બંગલાનું નામ છે સની વિલા
તમને જણાવી દઇએ કે, આ બંગલાનું નામ સની વિલા છે. બેંક વતી નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે લોનની રકમ વસૂલવા માટે તેમના બંગલાની ઇ-હરાજી કરવામાં આવશે. પરંતુ હવે સની દેઓલ માટે રાહતના સમાચાર છે કે તેના બંગલાની હરાજી કરવામાં આવશે નહીં.
જ્વેલરી ખરીદનારા હવે ચિંતા ન કરતા, સોના ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણી લો મોજ આવે એવા નવા ભાવ
ગદર 2ની કમાણી?
બંગલાની હરાજીથી આગળ સની દેઓલની ફિલ્મ ગદર 2ની વાત કરીએ તો આ ફિલ્મ આજકાલ જબરદસ્ત હેડલાઇન્સમાં છે. અનિલ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થશે, જેમાં સની દેઓલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર દરરોજ મોટી કમાણી કરી રહી છે. રિલીઝના 10 દિવસની અંદર ગદર 2 એ 377.20 કરોડની કમાણી કરી લીધી છે. સાથે જ આ ફિલ્મ જે ઝડપથી આગળ વધી રહી છે તેને જોતા લાગે છે કે ટૂંક સમયમાં આ ફિલ્મ પણ 400 કરોડ ક્લબમાં સામેલ થઇ જશે.