bollywood news: સની દેઓલની ‘ગદર 2’ને લઈને દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે સની દેઓલના ચાહકોમાં ફિલ્મનો ક્રેઝ વધી રહ્યો છે. 22 વર્ષ બાદ રિલીઝ થયેલી ફિલ્મની સિક્વલને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સની દેઓલની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મના દર્શકોની સાથે સાથે કલેક્શન પણ વધી રહ્યું છે. પહેલા દિવસે ફિલ્મે 40 કરોડનું કલેક્શન કર્યું અને બીજા દિવસે ફિલ્મના કલેક્શનમાં 3 કરોડનો વધારો થયો. ફિલ્મે બીજા દિવસે 43 કરોડનું કલેક્શન કર્યું હતું અને હવે ત્રીજા દિવસે ફિલ્મનું કલેક્શન પણ સામે આવ્યું છે.
સની દેઓલ અને અમિષા પટેલ અભિનીત ગદર 2 એ શાહરૂખ ખાનની ‘પઠાણ’ પછી આ વર્ષે બોલિવૂડમાં બીજા સૌથી મોટા ઓપનિંગ સપ્તાહમાં હાંસલ કરીને તમામ બોક્સ ઓફિસ રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે ગદર 2 એ તેની રિલીઝના ત્રીજા દિવસે 50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ગદર 2 ની રિલીઝના ત્રીજા દિવસે પણ કમાણીમાં ઉછાળો આવ્યો છે. ત્રીજા દિવસના કલેક્શન સહિત, અત્યાર સુધીમાં સની દેઓલની ફિલ્મે 133 કરોડનું કલેક્શન કર્યું છે.
આ સાથે જ ફિલ્મને આગામી રજાઓનો પૂરેપૂરો લાભ મળવાનો છે. ગદર 2 ચોક્કસપણે 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની રજાનો લાભ લેશે. ગદર 2 એ 2001માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ગદરની સિક્વલ છે. જ્યારે ગદર: એક પ્રેમ કથા પતિ-પત્નીના પ્રેમની વાર્તા હતી, ગદર 2 પિતા અને પુત્રના પ્રેમની વાર્તા છે. હા, આ વખતે તારા સિંહ તેની પત્ની સકીનાને નહીં પરંતુ તેના પુત્રને જીતવા પાકિસ્તાન પહોંચ્યા છે, જ્યાં તે ફરીથી બળવો કરી રહ્યા છે.
ગદર 2 1971ના ભારત-પાક યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. ગદર 2 માં, તારા સિંહ (સની દેઓલ) અને સકીના (અમિષા પટેલ) તેમના પુત્ર ચરણ જીત સિંહ (ઉત્કર્ષ શર્મા) સાથે સુખી જીવન જીવે છે, જે હવે મોટો થઈ ગયો છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ખુશ હોય છે કે ત્યારે જ તેમની જીંદગી કોઈને કોઈ ઘટનાઓને કારણે અસ્તવ્યસ્ત થઈ જાય છે.
યુક્રેન પર ફરીથી ખતરનાક હુમલો, 23 દિવસની બાળકી સહિત 7 લોકોના દર્દનાક મોત, ફટાફટ ગામો ખાલી કરાવી દીધા
ગુજરાતીઓ એટલે ગુજરાતીઓ, નવસારીમાં રસ્તા પર એકાએક દારૂની લૂટ, લોકો પેટીઓ ઉપાડી ઘરે ભાગી ગયાં
અચાનક કંઈક એવું થાય છે કે ચરણજીત સિંહ પાકિસ્તાન પહોંચી જાય છે, જ્યાં તેને ટોર્ચર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વખતે તારા સિંહ પોતાના પુત્ર માટે બળવો કરવા પાકિસ્તાન પહોંચી ગયા છે.