જ્હોન અબ્રાહમ અને બિપાશા બાસુના સંબંધો દસ વર્ષ ટક્યા અને બંનેએ એક બીજાને ડેટ પણ કર્યા બાદ સમાપ્ત થયા હતા. આ સમય સુધીમાં તેના ચાહકોને લાગવા માંડ્યું હતું કે, આ કપલ જલ્દી જ લગ્ન કરી લેશે, પરંતુ એવું થઈ શક્યું નહીં અને બંને સ્ટાર્સ હવે પોતપોતાના લગ્નજીવનમાં ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે.
સેલેબ કપલ્સને ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળે છે. તેમાંથી ઘણા ચાહકોના દિલની નજીક હોઇ છે. અમુક સિતારા તેમાથી કેટલાક એવા છે જે ચાહકો માટે ખૂબ જ ખાસ છે. તેમાંથી એક સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીનો પણ સમાવેશ થાય છે. તે બંન્ને ફિલ્મ ‘શેર શાહ’માં સાથે જોયા હતા. આ ફિલ્મથી જ બંનેએ લોકોના દિલમાં એવી જગ્યા બનાવી લીધી કે, દરેકે તેમને રિયલ લાઈફમાં પણ સાથે જોવાનું મન બનાવી લીધું હતું, પરંતુ એવું ન થયું. એવી અફવાઓ ચાલી રહી છે કે, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી અલગ થઈ ગયા છે હાલ આ ચર્ચાએ ખૂબ જ થઇ રહી છે.
સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચનનો રોમાંસ ‘હમ દિલ દે ચૂકે સનમ’ના સેટ પર થયો હતો. ભૂતપૂર્વ મિસ વર્લ્ડ, ઐશ્વર્યા રાય અને સલમાન ખાનના સંબંધો ચર્ચાનો વિષય હતા અને તેમના લિંક-અપને કારણે ઘણી હેડલાઇન્સ બની હતી. જો કે, તેઓએ ક્યારેય તેમના સંબંધોને સ્વીકાર્યા નથી. તેના ચાહકોને પણ તેને સાથે જોવાનું પસંદ કરતા હતા પરંતુ આ સંબંધ વધુ આગળ વધે તે પહેલા જ તેનું બ્રેકઅપ થઈ ગયું હતું. આમ જોઇએ તો, સલમાનના હકારાત્મક સ્વભાવના કારણે જ આ અણબનાવ થયો અને ઐશ્વર્યા હવે શ્રીમતી રાય બચ્ચન બની ગઈ છે.
દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર બી-ટાઉનનું ખૂબ જ પ્રખ્યાત કપલ હતું, પરંતુ ટૂંક સમયમાં જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. બે વર્ષ ચાલ્યા બાદ 2009 માં તેમના સંબંધોનો અંત આવ્યો હતો. રણબીર અને દીપિકા બંને પોતાના સંબંધો વિશે ખૂબ જ ખુલીને વાત કરતા હતા. બંનેએ ક્યારેય તેને છુપાવવાનું વિચાર્યું ન હતું.
કરીના કપૂર અને શાહિદ કપૂરના સંબંધોની શરૂઆત 2004માં આવેલી ફિલ્મ ‘ફિદા’ના સેટ પર થઈ હતી. લોકોને આ બંનેને સાથે જોવાનું પસંદ હતું અને તેઓ ઈચ્છતા હતા કે, આ બી-ટાઉન કપલ લગ્ન કરે તો તેમની જોડી ખુબ જ જામશે. પરંતુ એવું ન થયું અને ત્રણ વર્ષ પછી તેમનો સંબંધ તૂટી ગયો છે. બંનેએ વર્ષ 2007માં અલગ થવાનો નિર્ણય લીધો હતો અને આ સમયે બંને ફિલ્મ ‘જબ વી મેટ’નું શૂટિંગ કરી રહ્યા હતા.
જ્હોન અબ્રાહમ અને બિપાશા બાસુના સંબંધો દસ વર્ષ સુધી ડેટ કર્યા બાદ સમાપ્ત થયા હતા. આ સમય સુધીમાં તેના ચાહકોને લાગવા માંડ્યું હતું કે, આ કપલ જલ્દી જ લગ્ન કરી લેશે, પરંતુ એવું થઈ શક્યું નહીં. બંને સ્ટાર્સ હવે પોતપોતાના લગ્નજીવનમાં ખૂબ જ ખુશ છે.