આ સુપરસ્ટાર પોતાની માતાને માને છે ભગવાન, પગ ધોઈને તે પાણી પીવે છે, પત્નીએ જણાવી તમામ વાતો

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

બોલિવૂડ એક્ટર ગોવિંદા તેની માતાને ખૂબ જ પ્રેમ કરે છે અને તેણે ઘણી વખત આ વાત વ્યક્ત કરી છે. ગોવિંદા તેની માતાને ખૂબ માન આપે છે અને તેની દુનિયા માતાના પગમાં જ વસે છે. ગોવિંદા ફિલ્મોથી દૂર છે, પરંતુ રિયાલિટી શોમાં તેની હાજરી જોવા મળે છે.

તેની દુનિયા માતાના પગમાં જ વસે છે

આ શોમાં તે ઘણીવાર તેના જીવન સાથે જોડાયેલી વાતો કહેતો જોવા મળે છે. ગોવિંદાના પિતા અરુણ આહુજા પણ જાણીતા એક્ટર હતા અને તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. જ્યારે ગોવિંદાની માતા નિર્મલા પ્રખ્યાત ગાયિકા હતી. ભલે ગોવિંદાની માતા હવે આ દુનિયામાં નથી પરંતુ અભિનેતા તેને હજી પણ યાદ કરે છે.

ગોવિંદા તેની માતાને ખૂબ માન આપે છે

ગોવિંદા તેની માતાને ભગવાનની જેમ પૂજતા હતા. તેઓ તેને ખૂબ માન આપતા. કપિલ શર્માના શોમાં ગોવિંદાની પત્ની સુનીતાએ આને લગતો એક કિસ્સો સંભળાવ્યો હતો. ગોવિંદા વિશે વાત કરતાં તેણે કપિલને કહ્યું, “જ્યારે હું લગ્ન કરીને ગોવિંદા સાથે તેના ઘરે આવી હતી ત્યારે તેણે સૌથી પહેલા કહ્યું હતું કે મારી માતાની ઈચ્છા સિવાય આ ઘરમાં એક પાંદડું પણ હલતું નથી. મે પણ તેમના સાથે જોડાયેલી તમામ વાતો સ્વીકારી.”

માતાની ઈચ્છા સિવાય આ ઘરમાં એક પાંદડું પણ હલતું નથી

સુનીતા આગળ કહે છે, “ગોવિંદા તેની માતાને દુનિયામાં સૌથી વધુ પ્રેમ કરતા હતા. મેં ગોવિંદા કરતાં સારો પુત્ર ક્યારેય જોયો નથી. તે સારો પતિ છે, પરંતુ પુત્ર તેના જેવો હોવો જોઈએ. આવો પુત્ર નસીબમાં હોય તો જ મળે છે. મજાક કરતા તેણે કહ્યુ કે આગામી જીવનમાં હું ઈચ્છું છું કે ગોવિંદા મારો દીકરો બને.”

15 તારીખ અને આ 3 રાશિના લોકોને ગુલાબી ગુલાબી નોટો જ છાપશે, જે પત્તુ નાખશે સમજો એક્કો જ સાબિત થશે

પૈસાનો જ વાંધો છે ને? તો થોડો સમય ખમી જાઓ, નવરાતમાં તમારે ઘરે સામે ચાલીને આવશે માતા લક્ષ્મી

તુર્કી ભૂકંપને લઈ ભારત માટે આવ્યા સૌથી ખરાબ સમાચાર, વાંચીને તમારી આંખોનો ખુણો પણ પલળી જશે!

સુનીતાએ આ દરમિયાન એ પણ કહ્યું કે ગોવિંદા દરેક જન્મદિવસ પર તેની માતાના પગ ધોતા અને પાણી પીતા હતા. સુનિતા કહે છે કે તેને આવો પતિ મળે કે ન મળે પણ ચોક્કસ પુત્ર તેના જેવો હોવો જોઈએ.


Share this Article
TAGGED: ,