ઝહીર ઈકબાલ બોલિવુડના યંગ એક્ટર્સમાંથી એક છે. તેની પહેલી ફિલ્મ નોટબુક બોક્સિઓફિસ પર ખૂબ ખરાબ રીતે પછડાઈ હતી અને તે બીજી ફિલ્મ ‘ડબલ એક્સએલ’માં આત્મવિશ્વાસ સાથે આગળ વધ્યો છે. કો-સ્ટાર સોનાક્ષી સિન્હા સાથે પણ ઈકબાલનું નામ જાેડાઈ રહ્યું છે. હાલમાં વાતચીત કરતાં એક્ટરે તેની લવ લાઈફ, જીવન અને નિષ્ફળતા સહિતના મુદ્દા વિશે વાત કરી હતી. તારી ફિલ્મ ડબલ એક્સએલ’નું નામ એકદમ અલગ છે અને તારી ડેબ્યૂ ફિલ્મ નોટબુકથી એકદમ અલગ લાગી રહી છે.
શું ફિલ્મના યુનિક કોન્સેપ્ટના કારણે તે ફિલ્મ પર પસંદગી ઉતારી? ડબલ એક્સએલ’ રસપ્રદ ફિલ્મ છે. આ ફિલ્મ પ્લસ સાઈઝ લોકો વિશે છે, તેનાથી વધારે હું કંઈ ખુલાસો કરી શકું નહીં. આ એવું કંઈક છે જેને મેં મારા જીવનમાં ખૂબ નજીકથી જાેયુ છું. મેં મારી બહેનો, કઝિન અને મિત્રોને બોડી શેમિંગમાંથી પસાર થતા જાેયા છે. હાલમાં જ હું મારી એક મિત્ર સાથે વાત કરી રહ્યો હતો અને તેણે કહ્યું હતું કે, જ્યારે લાંબા સમય બાદ તમે કોઈને મળો ત્યારે સૌથી પહેલા તમે તે વ્યક્તિનું વજન નોટિસ કરો છો.
આ માત્ર મહિલાઓ વિશે નથી, પુરુષો વિશે પણ છે. કોઈના વજન પર ક્યારેય ટિપ્પણી કરવી જાેઈએ નહીં. હું આ રસપ્રદ ફિલ્મનો ભાગ છું તેની મને ખુશી છે. તે મારા બેસ્ટ ફ્રેન્ડ્સમાંથી એક છે. મને તે ખબર નથી કે આવી અફવાઓ અચાનક ક્યાંથી આવી. અમે ઘણા વર્ષોથી એકબીજા સાથે હેંગઆઉટ કરીએ છીએ. અમે લાંબા સમયથી એકબીજાના મિત્રો છીએ. મેં કેટલીક ફિલ્મો સાઈન કરી છે. એક સ્પોર્ટ્સ ફિલ્મ છે તો એક એક્શન કોમેડી. હું આશા રાખું છું કે મને એટલું કામ મળે કે એક દિવસની રજા લેવી પણ ન પોષાઈ.
પણ હું મૂંઝવણમાં હોઉ છું ત્યારે હું તેમની પાસે દોડી જાઉ છું. તેમણે મને સારી રીતે ટ્રેનિંગ આપી છે અને સારી રીતે સમજાવ્યું છે કે ઈન્ડસ્ટ્રીમાં કેવી રીતે કામ થાય છે. આજે મને દિવસમાં ત્રણ વખત તેમની જરૂર પડતી નથી પરંતુ અઠવાડિયામાં એકવાર જરૂરથી પડે છે. તેઓ હંમેશા મારા માટે હાજર રહે છે. મને ઘણી ઓફર મળી હતી પરંતુ તેમાંથી એક પણ મને ઉત્સાહિત લાગી નહોતી. પરંતુ તેનો અર્થ એ નથી કે હું કામ કરવા નથી માગતો. હું આ મીડિયમમાં પણ કામ કરવાનું પસંદ કરીશ.