બોલિવૂડના બેસ્ટ કપલની વાત કરીએ તો શાહરૂખ અને કાજાેલની જાેડીને લોકો હંમેશાથી પસંદ કરે છે. પરંતુ જાે તેમના બાળકો જે ઘણા મોટા થઇ ગયા છે, તે સાથે ભાગી જાય તો? આવો જ પ્રશ્ન જ્યારે કાજાેલને પૂછવામાં આવ્યો તો જાણો અભિનેત્રીએ શું કહ્યું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ ઘણી જાણિતી જાેડીઓ બનાવી છે. તે જાેડીઓ ભલે રિયલ લાઈફમાં કપલ ન હોય પરંતુ રીલ લાઈફમાં સુપરહિટ છે. આ લિસ્ટમાં સૌથી ઉપર શાહરૂખ ખાન અને કાજાેલનું નામ આવે છે, જેમને રોમાંસના રાજા કહેવામાં આવે છે. બંનેએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.
બંનેની જાેડી દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. વાયરલ થઈ રહેલો વીડિયો કરણ જાેહરના ચેટ શો કોફી વિથ કરણનો છે. જેમાં કાજાેલ, શાહરૂખ અને રાની મુખર્જી જાેવા મળે છે. કરણે કાજાેલને પૂછ્યું કે જાે આજથી ૧૦ વર્ષ પછી આર્યન ખાન અને ન્યાસા દેવગન ભાગી જાય તો તારી પ્રતિક્રિયા શું હશે? જેના પર કાજાેલ એવો જવાબ આપે છે કે શાહરૂખ કન્ફ્યૂઝ થઇ જાય છે. કાજાેલ કહે છે, ‘દિલવાલે દૂલ્હા લ્કે જાયેગેં. આના પર શાહરૂખ કહે છે કે મને જાેક સમજાયો ન હતો. મને ડર લાગે છે કે જાે કાજાેલ મારી સંબંધી બની જશે તો કલ્પના પણ કરી શકતો નથી.
શાહરૂખની આ વાત સાંભળીને કાજાેલ અને રાની મુખર્જી હસવા લાગે છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન અને કાજાેલની પુત્રી ન્યાસા બંને લોકપ્રિય સ્ટાર કિડ્સ છે. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. આર્યન ખાનની સોશિયલ મીડિયા પર ઘણી ફેન ફોલોઈંગ છે. ઇન્સ્ટાગ્રામ પર ૧ મિલિયનથી વધુ લોકો તેને ફોલો કરે છે. એવામાં આર્યન પોતાની તસવીરો ફેન્સ વચ્ચે શેર કરતો રહે છે, જેને ખૂબ પસંદ કરવામાં આવે છે. તો બીજી તરફ ન્યાસા હજી સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી. પરંતુ જ્યારે પણ તે બહાર જાય છે ત્યારે પાપારાઝી તેને પોતાના કેમેરામાં કેદ કરી લે છે.