Bollywood News: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની તબિયત ઘણા સમયથી ઠીક નથી. સોમવારે કંગનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ચાહકોને આ વિશે જાણકારી આપી હતી. અભિનેત્રીએ જણાવ્યું કે આ એક વર્ષમાં તે ઘણી વખત બીમાર પડી. આ સાથે તેમણે તહેવારોની શુભકામનાઓ પણ પાઠવી છે.
કંગનાએ લખ્યું, “છેલ્લા 12 મહિનામાં મને બધું થયું છે – ડેન્ગ્યુ, કોવિડ, ડેલ્ટા, કોવિડ-ઓમિક્રોન અને કોવિડ + સ્વાઈન ફ્લૂ. હું સતત બીમાર રહું છું. મારો કહેવાનો મતલબ એ છે કે દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ આવતા રહે છે. નબળા અને નિરાશાજનક તબક્કાઓ પણ આવતા હોય છે. બેટમેન જેવા લોકોને પણ તકલીફ હોય. ચાલો આગળ વધતા રહીએ. દરેકને તહેવારોની મોસમની શુભકામનાઓ.” કંગનાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેના પર તેના ચાહકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
કંગના રનૌત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરેક મુદ્દા પર નવી-નવી પોસ્ટ શેર કરીને પોતાનો અભિપ્રાય શેર કરતી રહે છે. આ વખતે અભિનેત્રીએ પોતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે કંગના ટૂંક સમયમાં આગામી ફિલ્મ ‘તેજસ’માં એરફોર્સ પાઈલટ તરીકે જોવા મળશે. આ ફિલ્મ તેજસ ગિલની સફર પર આધારિત છે, જેઓ એરફોર્સના પાયલટ હતા. આ ફિલ્મ સર્વેશ મેવારાએ લખી અને નિર્દેશિત કરી છે. ‘તેજસ’ 20 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
આજે ગણેશ ચતુર્થીમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, ગુજરાતના આટલા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીથી તબાહી
આ સિવાય કંગના ‘ચંદ્રમુખી 2’માં પણ જોવા મળશે. ટેક્નિકલ સમસ્યાઓના કારણે મેકર્સે ફિલ્મની તારીખ લંબાવી છે. આ ફિલ્મનું નિર્દેશન પી વાસુએ કર્યું છે. આ ફિલ્મ બ્લોકબસ્ટર તમિલ હોરર કોમેડી ફિલ્મ ‘ચંદ્રમુખી’નો આગામી ભાગ છે. જેમાં રજનીકાંત અને જ્યોતિકાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિવાય કંગના આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તે સ્વર્ગસ્થ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 24 નવેમ્બરે રિલીઝ થશે.