India News : કલોલ ભાજપમાં (Kalol BJP) ચાલી રહેલ આંતરિક જૂથવાદ હવે ધીમે ધીમે બહાર આવી રહ્યો છે, ત્યારે થોડા સમય પહેલા જ કલોલ નગર પાલિકામાં અઢી વર્ષ માટે નવીન પ્રમુખની નિમણૂંક કરવામાં આવી હતી. જે બાદ આજે એક સાથે નગર પાલિકાનાં (Municipal Corporation) 9 કોર્પોરેટરોએ રાજીનામાં આપી દેતા કલોલ ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.
નગર પાલિકામાં અઢી વર્ષ માટે નવીન પ્રમુખ શૈલેષ પટેલની નિમણૂંકને લઈ નગર પાલિકાનાં સભ્યો છેલ્લા ઘણા સમયથી નારાજ હતા. આજે એકાએક નગર સેવકો દ્વારા રાજીનામું ધરી દેતા સમગ્ર મુદ્દો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આગામી સમયમાં હજુ પણ વધુ કોર્પોરેટરો રાજીનામાં આપે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
નોઇડામાં 21 અને 22 સપ્ટેમ્બરે શાળાઓ અને કોલેજો બંધ રહેશે, આ કારણે લેવામાં આવ્યો નિર્ણય
ગણેશ ચતુર્થી પહેલા ટાઈગર શ્રોફે શેર કર્યો ‘ગણપત’નો ફર્સ્ટ લૂક, કૃતિ સેનન સાથે ફરી જોવા મળશે
BREAKING: કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી, 20 સપ્ટેમ્બરે સંસદમાં રજૂ થઈ શકે છે
રાજીનામાં આપનાર સભ્યો