કરણ જોહરનું નામ બોલિવૂડના મોટા ફિલ્મ નિર્માતાઓમાં સામેલ છે. તેણે વર્ષ 1998માં રિલીઝ થયેલી ફિલ્મ કુછ કુછ હોતા હૈથી ડાયરેક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, ત્યારબાદ તેણે ઘણી શાનદાર અને સુપરહિટ ફિલ્મો આપી હતી. આ વર્ષે કરણ જોહરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કર્યાના 25 વર્ષ પૂરા કર્યા છે. આ દરમિયાન તેને એક મોટું સન્માન મળ્યું છે. વાસ્તવમાં બ્રિટિશ સંસદમાં તેમનું સન્માન કરવામાં આવ્યું છે, જેની જાણકારી કરણ જોહરે પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આપી છે.
https://www.instagram.com/p/Ctt0_Ocp-Oa/?utm_source=ig_web_copy_link
કરણ જોહરે તસવીરો શેર કરી
કરણ જોહરે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે હાથમાં સર્ટિફિકેટ પકડેલો જોવા મળી રહ્યો છે. ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું, “આજનો દિવસ ખૂબ જ ખાસ છે. બ્રિટિશ સંસદમાં સન્માન મેળવવા બદલ હું ભાગ્યશાળી અને ખૂબ આભારી છું. તમને જણાવી દઈએ કે આ સન્માન કરણ જોહરને સિનેમાની દુનિયામાં 25 વર્ષના યોગદાન માટે આપવામાં આવ્યું છે. કરણે લખ્યું, “અમે ફિલ્મમેકર તરીકે મારા 25 વર્ષની ઉજવણી કરી.” કરણે કહ્યું કે આ તે દિવસોમાંનો એક છે જ્યારે વ્યક્તિને લાગે છે કે સપના સાચા થાય છે. 25 વર્ષની આ સફરમાં મળેલા પ્રેમ માટે તેણે દરેકનો આભાર માન્યો હતો. તમને જણાવી દઈએ કે 1998માં આવેલી ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં શાહરૂખ ખાન, કાજોલ, રાની મુખર્જી અને સલમાન ખાન જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી.
આ પણ વાંચો
આખરે તારક મહેતાના પ્રોડ્યુસર આસિત મોદી વિરુદ્ધ કેસ દાખલ, યૌન શોષણના આરોપમાં થશે મોટા ધડાકા
કરણ આ ફિલ્મને લઈને ચર્ચામાં છે
હાલમાં કરણ જોહર તેની આગામી ફિલ્મ રોકી અને રાનીની લવસ્ટોરીને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું ટીઝર 20 જૂને બહાર આવ્યું છે. ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. આ ફિલ્મ 28 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.