કાર્તિક આર્યને પરેશ રાવલને એક જોરદાર લાફો ઝીંકી દીધો, જોનારા બધાના હોશ ઉડી ગયા

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ બાદ કાર્તિક આર્યન ફરી એકવાર સ્ક્રીન પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. કાર્તિક લાંબા સમયથી ફિલ્મ ‘શહેજાદા’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું ટ્રેલર પણ ગુરુવારે રિલીઝ કરવામાં આવ્યું હતું.

આ ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે કૃતિ સેનન અને પરેશ રાવલ પણ જોવા મળશે. આ ટ્રેલરમાં કાર્તિક આર્યન જોરદાર એક્શન કરતો જોઈ શકાય છે. જો કે, એક સીન જેણે દરેકના હોશ ઉડાવી દીધા તે હતું કાર્તિક વરિષ્ઠ અભિનેતા પરેશ રાવલને થપ્પડ મારતો હતો.

‘દયાબેન’ની આ હાલત જોઈને તમારા રૂંવાડા ઉભા થઈ જશે, દીકરીને ખોળામાં લઈને રડતાં રડતાં વર્ણવી દર્દનાક કહાની!

પરણેલા મિથુન ચક્રવર્તીએ શ્રીદેવી સાથે બાંધ્યા આડા સંબંધો, છાનામાના લગ્ન પણ કર્યા, પછી પત્નીને ખબર પડી અને….

 

કાર્તિકે પરેશ રાવલને મારી દીધી થપ્પડ

ફિલ્મ શહજાદાના ટ્રેલરમાં કાર્તિક આર્યનને ખબર પડે છે કે તે પરેશ રાવલનો પુત્ર નથી અને તેના પિતાએ તેની સાથે ખોટું બોલ્યા છે. આવી સ્થિતિમાં કાર્તિક પરેશને જોરથી થપ્પડ મારતો જોવા મળે છે. શહેજાદાના ટ્રેલર લૉન્ચ વખતે કાર્તિક આર્યનને પૂછવામાં આવ્યું કે સિનિયર અભિનેતાને થપ્પડ મારવી તે કેવું હતું?

ફિલ્મ ‘શહેજાદા’નું ટ્રેલર ગુરુવારે રિલીઝ કરાયુ

કાર્તિક આર્યને જવાબમાં કહ્યું, ‘આ ખૂબ જ સારો પ્રશ્ન છે. હું તેના વિશે અચકાતો હતો. પરંતુ પરેશ જીનો આભાર, અમે આ સીન કરી શક્યા. હું મૂંઝવણમાં હતો કે આ સીન કેવી રીતે કરવો. બન્ને કલાકારો વચ્ચે વિશ્વાસ હોવો જોઈએ અને આ પણ સમયની રમત છે. તે આવા કોમિક ટાઇમિંગનો રાજા છે.

તેણે આગળ કહ્યું, ‘આ સીનના શૂટિંગ પહેલા તેમણે મને કહ્યું- ‘તુ ટેન્શન ન લે.  આનાથી મને ઘણી મદદ મળી. આ સીન અમારી ફિલ્મની ખાસિયતોમાંથી એક છે.

આ દિવસે ફિલ્મ થશે રિલીઝ

ફિલ્મ ‘શહેજાદા’ સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર તેલુગુ ફિલ્મ ‘આલા વૈકુંઠપુરમલો’ની હિન્દી રિમેક છે.

રિપોર્ટ્સ અનુસાર ફિલ્મમાં એક્ટિંગ સિવાય કાર્તિક આર્યન તેને પ્રોડ્યુસ પણ કરી રહ્યો છે. નિર્માતા તરીકે આ તેની પ્રથમ ફિલ્મ હશે. આ ફિલ્મ 10 ફેબ્રુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.


Share this Article