Bollywood News: સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ બાદ અભિનેતાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સલમાન ખાનને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે. અભિનેતા પાસે આવા ત્રણ શસ્ત્રો છે, જે તેને કોઈપણ જોખમથી બચાવી શકે છે. આ ત્રણેય શસ્ત્રો પડછાયાની જેમ તેમની સાથે રહે છે. તમને જણાવી દઈએ કે રવિવારે સવારે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટનાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ લીધી છે. પોલીસ આ ઘટનાની તપાસમાં લાગી હતી અને ગુજરાતથી આરોપીને દબોચી પણ લીધા છે.
બોડીગાર્ડ શેરા
સલમાન ખાન સાથે પડછાયાની જેમ રહેનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ‘ગુરમીત સિંહ જોલી’ ઉર્ફ શેરા છે. શેરા વર્ષોથી સલમાન ખાન સાથે છે. તે સલમાનને ક્યાંય એકલો છોડતો નથી. તેની હાજરીમાં સલમાનનો કોઈ વાળ વાંકો ન કરી શકે. શેરાને એક વર્ષમાં લગભગ 2 કરોડ રૂપિયાનો પગાર આપવામાં આવે છે. બોડીગાર્ડ દર મહિને 16.6 લાખ રૂપિયાથી વધુ કમાય છે.
Y+ સુરક્ષા
બોલિવૂડના દબંગ તરીકે જાણીતા સલમાન ખાન Y+ સુરક્ષામાં રહે છે. લોરેન્સ બિશ્નોઈની ધમકી બાદ મહારાષ્ટ્ર સરકારે અભિનેતાને આ સુરક્ષા આપી હતી. ફાયરિંગની ઘટના બાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેતા 24 કલાક 11 સૈનિકોથી ઘેરાયેલો છે, જે હંમેશા તેની સુરક્ષા માટે તૈયાર છે. આ સિવાય સલમાનની સાથે હથિયારોથી સજ્જ 5-6 અલગ-અલગ સુરક્ષા ગાર્ડ પણ છે.
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની સીધી અસર સોના-ચાંદીના ભાવ પર થશે, ટૂંક જ સમયમાં 1 લાખનું એક તોલું થઈ જશે
6,6,6,2… મહેન્દ્ર સિંહ ધોનીએ માત્ર 4 બોલમાં આખી મેચ પલટી નાખી, હાર્દિક પંડ્યા ટગર-ટગર જોતો રહી ગયો
સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં પોલીસનો સૌથી મોટો ખુલાસો, આરોપીનું જબરું કનેક્શન બહાર આવતા હાહાકાર
બુલેટ પ્રુફ કાર
સલમાન ખાન પર કાળા હરણનો શિકાર કરવાનો આરોપ હતો. આ કેસ બાદ સલમાનને વારંવાર જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી રહે છે. આ ધમકીઓને કારણે સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અભિનેતા બુલેટ પ્રુફ કારમાં જ મુસાફરી કરે છે.