બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. અભિનેત્રીના પિતા અનિલ અરોરાએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. રિપોર્ટ અનુસાર મલાઈકાના પિતાએ ટેરેસના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી છે.
અરોરા પરિવાર આઘાતમાં
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ આજે સવારે 9 વાગ્યાની આસપાસ બાંદ્રામાં બિલ્ડિંગના ત્રીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી. તેમના મૃત્યુનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આ દુખદ સમાચારથી સમગ્ર અરોરા પરિવાર આઘાતમાં છે.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
આ મુશ્કેલ સમયમાં અભિનેતા અરબાઝ ખાન મલાઈકા અરોરાના ઘરે પહોંચી ગયો છે. તેમના સિવાય વરિષ્ઠ નિરીક્ષક મરાઠે અને ડીસીપી સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. કહેવાય છે કે જ્યારે અનિલ અરોરાએ આત્મહત્યા કરી ત્યારે અભિનેત્રી મલાઈકા ઘરમાં હાજર ન હતી. અભિનેત્રી હાલમાં પુણેથી મુંબઈ જવા રવાના થઈ ગઈ છે.