Bollywood News: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ( Parineeti Chopra-Raghav Chadha ) 24 સપ્ટેમ્બર રવિવારે લગ્નના બંધનમાં બંધાશે. પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં પરંપરાગત પંજાબી લગ્ન સમારોહમાં કપલ એકબીજાના હાથ પકડશે. ઉદયપુરની લીલા પેલેસ હોટલમાં લગ્નની ઉજવણી શરૂ થઈ ગઈ છે. જો અહેવાલોનું માનીએ તો લગ્નના ડિનર મેનુમાં વિવિધ ભારતીય અને આંતરરાષ્ટ્રીય વાનગીઓ પીરસવામાં આવશે.
પંજાબી અને રાજસ્થાની ફૂડ પીરસવામાં આવશે
બોલિવૂડ લાઈફના એક રિપોર્ટ અનુસાર પરિણીતી ચોપરાએ તેના ભાઈઓ શિવાંગ અને સહજ સાથે મળીને વેડિંગ ડિનર મેનુ પસંદ કરવામાં મદદ કરી છે. સૂત્રએ પોર્ટલને જણાવ્યું કે લગ્નના ફૂડ મેનૂમાં મહેમાનોને શાહી વાનગીઓ પીરસવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફૂડ મેનૂમાં સેંકડો રાજસ્થાની અને પંજાબી અને દાલબાતી-ચુરમા, સરસોં દા સાગ, મક્ક દી રોટી સહિતની વિવિધ શૈલીની ભારતીય વાનગીઓ પીરસવામાં આવશે. તેમાં મીઠાઈ, મલાઈ લસ્સી, શાહી કબાબ જેવી વાનગીઓનો સમાવેશ થઈ શકે છે. વરિષ્ઠ નાગરિકો માટે અલગ ફૂડ મેનુ તૈયાર કરવામાં આવ્યું છે. તેઓ તેમની પસંદગીનો ખોરાક પસંદ કરી શકે છે. એકંદરે લગ્ન માટે ફૂડનું મોટું મેનુ તૈયાર કરવામાં આવ્યું છે.
30 સપ્ટેમ્બરે લગ્ન બાદ ભવ્ય રિસેપ્શન થશે
દરમિયાન ઉદયપુર પહોંચેલા મહેમાનોનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. પરિણીતી અને રાઘવે આ લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રોને જ આમંત્રણ આપ્યું છે. રાજનેતાઓ અને બોલિવૂડ સેલિબ્રિટીઓ માટે ચંદીગઢમાં રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે.
ગુજરાતીઓ હજુ વરસાદ ગયો નથી, આ 5 જિલ્લામાં આજે ધોધમાર ખાબકશે, નવી આગાહી તમારે જાણી જ લેવી જોઈએ
લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યો આખો અંબાણી પરિવાર, તસવીરોમાં જુઓ અનોખો જ અંદાજ
પરિણીતી અને રાઘવ સાથે ભણતા હતા
પરિણીતી ચોપરા બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી છે, જ્યારે રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટીના સાંસદ છે. પરિણીતી અને રાઘવ કોલેજકાળથી એકબીજાને ઓળખે છે. બંનેએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે. આ કપલે દિલ્હીમાં એક ખાનગી સમારંભમાં સગાઈ કરી હતી. જેમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત સિંહ માન સહિત ઘણા મોટા નેતાઓએ ભાગ લીધો હતો. રાઘવ અને પરિણીતી હવે 24 સપ્ટેમ્બરે લગ્ન કરવા જઈ રહ્યા છે.