Exclusive: રાજપાલ યાદવે નવી પેઢીના કલાકારો સાથે કામ કરવાના અનુભવથી લઇ અંગત બાબતો પર દિલ ખોલીને વાતચીત કરી!

Lok Patrika Desk
By Lok Patrika Desk
4 Min Read
રાજપાલ યાદવે કરી ‘લોક પત્રિકા’ સાથે પેટ છૂટી વાત
Share this Article

દિનેશ ઝાલા : પડદા પર પોતાના ફની અને અનોખા પાત્રોથી લોકોના દિલમાં સ્થાન બનાવનાર અભિનેતા રાજપાલ યાદવે ઘણી ફિલ્મોમાં ગંભીર અને નકારાત્મક ભૂમિકાઓ પણ ભજવી છે. તેમજ આયુષ્માન ખુરાના સાથેની તેમની ફિલ્મ ડ્રીમ ગર્લ્સ ટુ માં પણ તેઓએ ધમાકેદાર ભૂમિકા ભજવી લોકોનું ખૂબ મનોરંજન કર્યું આ સિવાય તેઓ આગામી ફિલ્મ ખૂબ જ ચર્ચામાં છે અને આવનારી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં નજરે ચડશે તેમને ‘લોક પત્રિકા’ સાથે થયેલ વાતચીત દરમિયાન ઘણી રસપ્રદ વાતો શેર કરી હતી

રાજપાલ યાદવે કરી ‘લોક પત્રિકા’ સાથે પેટ છૂટી વાત

તમારી આગામી ફિલ્મ ‘સન’માં તમે સાયકોપેથનું પાત્ર ભજવી રહ્યા છો આ ફિલ્મ માટે હામી ભરવાનું કોઈ ખાસ કારણ?

આ ફિલ્મોમાં જે મારું પાત્ર છે તે ખૂબ જ અલગ છે ખાસ કરીને આ ફિલ્મના કેરેક્ટર જેમને મને જ્યારે કહાની સંભળાવી ત્યારે મને ખૂબ જ પસંદ આવી આ ફિલ્મોમાં એક પિતા અને પુત્રની જોરદાર સ્ટોરી છે આ સ્ટોરીમાં કામ કરવાનું મેં ખૂબ જ આનંદ મળ્યો છે આ ફિલ્મનો અનુભવ મારા માટે ખૂબ જ જોરદાર રહ્યો છે મારા પાત્રની ટ્રીટમેન્ટ ખૂબ જ સારી છે અને અમારા દિગ્દર્શક ખૂબ જ સારા છે ફિલ્મમાં પ્રત્યે તેનું વર્ણન ખૂબ જ સારું રહ્યું છે આ બધી બાબતોને ધ્યાનમાં રાખી આ ફિલ્મ માટે મેં હામી ભરી છે!

રાજપાલ યાદવે કરી ‘લોક પત્રિકા’ સાથે પેટ છૂટી વાત

ભૂતકાળના પ્રેક્ષકોની પસંદગી અલગ હતી, અને  આજના સમયના પ્રેક્ષકો ને શું જોવા માંગે છે આ પ્રતિ તમારો દ્રષ્ટિકોણ શું છે?

પ્રેક્ષકો હમેશા સારું જોવાનું પસંદ કરે છે અને કંઈક નવું જોવા માંગે છે અને પ્રેક્ષક સારું જોવા માટેના બધા દરવાજા ખુલા રાખે છે હું પણ પ્રેક્ષકોનો ખૂબ આભાર માનું છું જેમણે મને ખૂબ જ પ્રેમ આપ્યો છે મારા દરેક પાત્રને સકારાત્મક પ્રતિક્રિયા આપી છે અને હું પણ સારા કન્ટેન્ટના માધ્યમથી સારા રોલના માધ્યમથી પ્રેક્ષકોનું મનોરંજન કરવાનું છોડીશ નહીં!

રાજપાલ યાદવે કરી ‘લોક પત્રિકા’ સાથે પેટ છૂટી વાત

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના બદલાતા સમય સાથે તમે તમારી જાતને કેવી રીતે રિઇન્વેન્ટ કરી છે?

દરેક ફિલ્મોમાં મને નવું શીખવા મળે છે મને લાગે છે કે કેમેરાની સામે મારો પહેલો દિવસ હોય તેવી જ રીતે હું દરેક ફિલ્મમાં અનુભવ કરું છું દર્શકોને કંઈક નવું વિરસવાનો પ્રયાસ કરું છું, આજે સોશિયલ મીડિયા ખૂબ જ ઉપયોગી થઈ રહ્યું છે તેમના માધ્યમથી તમે દર્શકો સુધી તમારી વાત પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છો અમારા સમયમાં સોશિયલ મીડિયા નહોતું જેના કારણે અમે પ્રોજેક્ટ પ્રમોશનથી ખૂબ જ વંચિત રહેતા હતા, પ્રમોશનના માધ્યમ રૂપે સોશિયલ મીડિયા આજે મહત્વપૂર્ણ છે અને બદલતા સમય અને બદલતી ફિલ્મોને ધ્યાનમાં રાખી હું પોતાની જાતને બેટર કરવાનો પ્રયાસ કરું છું!

રાજપાલ યાદવે કરી ‘લોક પત્રિકા’ સાથે પેટ છૂટી વાત

શું બહેન પ્રિયંકા ચોપરા પરિણીતી-રાઘવના લગ્નમાં હાજરી નહીં આપે? આ કારણ સામે આવ્યું

Kangana Ranaut: કંગનાએ ખાલિસ્તાનીઓ પર કર્યો જોરદાર પ્રહાર, અને કહ્યું ‘શીખ સમુદાય દ્વારા મારો બહિષ્કાર કરવામાં આવ્યો છે…

પ્રિયંકા ચોપરાની જિંદગી ગોટાળે ચડી, એક બહેનનું ઘર તૂટ્યું , બીજીના લગ્ન ચાલી રહ્યા છે, જાયે તો જાય કહા જેવી સ્થિતિ !!

અનન્ય પાંડે નવી પેઢીની અભિનેત્રી છે તેમની સાથે ‘ડ્રીમ ગર્લ 2’માં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો અને નવી પેઢીના કલાકારો જે રીતે કામ કરી રહ્યા છે તેમાં તમે શું તફાવત જુઓ છો?

હું ફક્ત ક્રિએટિવિટીને માનું છું જૂની પેટી હોય કે નહીં પેઢીના કલાકારો તેમને ક્રિએટિવિટી સાથે કોઈ લેવા દેવા નથી હોતું. પરંતુ આજના યુવાન કલાકારોને નવી પેઢી તરીકે ઓળખવામાં આવે છે તો હું એટલું જ કહેવા માંગીશ કે આજના જેટલા પણ કલાકારો છે તે ખૂબ જ ટેલેન્ટેડ અને ખૂબ જ સારા કલાકારો છે મેં અત્યાર સુધી ઘણા નવા કલાકારો સાથે કામ કર્યું છે ડ્રીમ ગર્લ્સ ટુ ની વાત કરવામાં આવે તો અનન્ય પાંડે સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે અને મને નવી પેઢીના કલાકારો સાથે કામ કરી ઘણું શીખવા મળે છે!


Share this Article