થોડા દિવસો પહેલા સોનમ કપૂરે પતિ આનંદ આહુજા સાથેની પોતાની કેટલીક તસવીરો પોસ્ટ કરીને પ્રેગ્નન્સીની જાણકારી આપી હતી. જ્યારથી સોનમ કપૂરની પ્રેગ્નન્સીના સમાચાર સામે આવ્યા છે, ત્યારથી ફેન્સ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. દરેક જણ અભિનેત્રીને અભિનંદન આપી રહ્યા છે. સોનમ હાલમાં માતૃત્વનો આનંદ માણી રહી છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. ઘણીવાર તેની બેબી બમ્પ સાથેની તસવીરો પણ તેમણે શેર કરી છે.
સોનમ કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી છે. જેમાં તે આરામથી બેઠી છે. અભિનેત્રીએ કામ પર પરત ફરવાની જાણ કારી આપી છે. સોનમ કપૂર અને આનંદ આહુજાએ ગયા મહિને જાહેરાત કરી હતી કે તેઓ માતા-પિતા બનવાના છે. આ દરમિયાન સોનમ કપૂરે ત્રણ તસવીરો પોસ્ટ કરી હતી.
થોડા દિવસો પહેલા જ્યારે સોનમ કપૂરના પિતા અનિલ કપૂરને પૂછવામાં આવ્યું કે સોનમ કેવી માતા બનશે. આ દરમિયાન, અભિનેતાએ તેના વખાણ કર્યા અને કહ્યું કે સોનમ બધું જ પરફેક્ટ કરે છે, તેથી તે એક મહાન માતા બનશે. આ સિવાય તેણે એમ પણ કહ્યું કે માતા બન્યા બાદ સોનમ વર્કિંગ મધરનો રોલ સારી રીતે નિભાવશે.
વર્ક ફ્રન્ટ પર, સોનમ કપૂર છેલ્લે રાજકુમાર રાવની સામે ‘એક લડકી કો દેખા તો ઐસા લગા ફિલ્મામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અનિલ કપૂર અને જુહી ચાવલા પણ હતા. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી અને ફ્લોપ રહી હતી. ગયા વર્ષે સોનમે બ્લાઈન્ડ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું પરંતુ હજુ સુધી તેના વિશે કોઈ વધુ માહિતી સામે આવી નથી.