મલાઈકા અરોરાએ હાલમાં જ તેના નો મેકઅપ લુકની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. પરંતુ કપાળ પર ઈજાના નિશાને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. વાસ્તવમાં, મલાઈકા અરોરાએ શેર કરેલી તસવીરોમાં તે તેના ઘરના પલંગ પર સૂઈ રહી છે. મલાઈકા અરોરાએ રવિવારનો ખૂબ જ આનંદ માણ્યો હતો. તેણે રવિવારે પોતાની ઘણી તસવીરો ફેન્સ સાથે શેર કરી હતી.
આ તસવીરોમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. મલાઈકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં મલાઈકા અરોરાના કપાળ પર ઈજાના નિશાન જાેઈ શકાય છે. આ ઈજા ગયા મહિને તેના અકસ્માત દરમિયાન થઈ હતી.
મલાઈકા અરોરા ફ્લોરલ પ્રિન્ટ સાથે સફેદ ટી-શર્ટ પહેરેલી જાેઈ શકાય છે. મલાઈકા અરોરાએ હેશટેગ સાથે લખ્યું, ‘વેયર યોર ઇમ્પર્ફેક્શન એટલે તમારી ખામીઓ પણ સ્વીકારો’.