ભાભી જી ઘર પર હૈ સીરિયલમાં અંગૂરી ભાભીનું પાત્ર નિભાવી શુભાંગી અત્રે ખુબ જાણીતી બની ગઈ છે. શોમાં હંમેશા સાડી પહેરનાર અંગૂરી ભાભી આ દિવસોમાં માલદીવમાં રજા માણી રહી છે.
જ્યાં એક્ટ્રેસે ગ્લેમરસ ડ્રેસ પહેરી એવું ફોટોશૂટ કરાવ્યું છે કે તેની તસવીરો વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં શુભાંગી અત્રે બ્લૂ અને વ્હાઇટ કોમ્બિનેશનના ડ્રેસમાં જાેવા મળી છે.
અભિનેત્રીનો આ ડ્રેસ ઉપર તરફથી બ્રાલેટ સ્ટાઇલનો છે તો તેની સાથે શુભાંગીએ ટ્રાઉઝર પહેર્યું છે. પોતાના લુકને પૂરો કરવા માટે શુભાંગી ગોગલ્સની સાથે લાઇટ મેકઅપમાં જાેવા મળી.
આ તસવીરમાં અભિનેત્રીની પાછળનું બેકગ્રાઉન્ડ શાનદાર છે. દૂર સુધી સમુદ્ર જાેવા મળી રહ્યો છે.
તો શુભાંગી રેતીમાં ઉભી રહીને તસવીરો ખેંચાવી રહી છે.
આ તસવીરોને અંગૂરી ભાભીએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેપ્શનની સાથે શેર કરી છે. જેમાં અભિનેત્રીએ જણાવ્યું કે તે માલદીવમાં છે.