પોલીસે એ આર રહેમાનનો લાઈવ કોન્સર્ટ રોક્યો, રાત્રે 10 વાગ્યે શો બંધ કરવો પડ્યો, જાણો કેમ?

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાનનો કોન્સર્ટ પૂણેમાં અધવચ્ચે જ અટકાવી દેવામાં આવ્યો હતો. પુણેમાં જ્યારે એઆર રહેમાન સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા હતા, આ દરમિયાન પોલીસ આવી અને એઆર રહેમાનનું ગીત તરત જ બંધ કરી દીધું.

હકીકતમાં, પુણે પોલીસે રહેમાનને 10 વાગ્યાની સમયમર્યાદા આપી હતી. કોન્સર્ટ અધવચ્ચે જ અટકાવ્યા બાદ એઆર રહેમાનના ચાહકો ગુસ્સે થયા છે. આ સાથે ટ્વિટર પર #DisrespectofARRahman ટ્રેન્ડ કરી રહ્યો છે.

એક ટ્વિટર યુઝરે લખ્યું કે, કોઈપણ કલાકાર સાથે આવું ન થવું જોઈએ, હું કાયદાનું સન્માન કરું છું, પરંતુ કેટલીકવાર ગાયક ગાતી વખતે સમય જાણતો નથી, તેથી પોલીસે બેકસ્ટેજ જઈને મેનેજરને કહેવું જોઈતું હતું. આ સિવાય અન્ય એક યુઝરે એઆર રહેમાનનું સમર્થન કરતા લખ્યું કે જો આવી પ્રતિભાઓ સાથે આ રીતે વર્તન કરવામાં આવે તો તે અત્યંત નિંદનીય છે.આખો મામલો શું છે?

હકીકતમાં, એઆર રહેમાન રવિવારે પૂણેના રાજા બહાદુર મિલ વિસ્તારમાં પોતાનો શો કરી રહ્યા હતા, ત્યારે પોલીસકર્મીઓ સ્ટેજ પર આવ્યા અને તેમને કાર્યક્રમ રોકવા માટે કહ્યું. ખુલાસો આપતા પોલીસે કહ્યું કે રાતના 10 વાગ્યા હતા અને રહેમાને તેનો લાઈવ પ્રોગ્રામ બંધ કર્યો ન હતો.

ધો.12 સાયન્સનું પરિણામ જાહેરઃ મોરબી 83.22 ટકાના પરિણામ સાથે રાજ્યમાં મોખરે, 3 દિવસ બાદ સ્કૂલમાંથી મળશે માર્કશીટ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળશે રાહત? હાઇકોર્ટમાં આજે ફરી હાથ ધરાશે સુનાવણી, જસ્ટિસ હેમંત પ્રચ્છકની બેંચ સુનાવણી હાથ ધરશે

હવામાન વિભાગની હજુ ચાર દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી, રાજ્યના કેટલાક સ્થળો પર ગાજવીજ સાથે ચોમાસા જેવો માહોલ પણ સર્જાઈ શકે

ઉપરાંત, પોલીસે જણાવ્યું કે 10 વાગ્યા પછી કાર્યક્રમ માટે આયોજકો પાસેથી પરવાનગી લેવામાં આવી ન હતી, ત્યારબાદ કોન્સર્ટને અધવચ્ચે અટકાવી દેવામાં આવ્યો હતો. બીજી તરફ એઆર રહેમાને આ કોન્સર્ટની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ સાથે, તેણે ફોટા સાથે લખ્યું – ગઈકાલે રાત્રે મને મળેલા બધા પ્રેમ અને ઉત્સાહ માટે આભાર. તે એક અદ્ભુત કોન્સર્ટ હતો.


Share this Article