બોલિવૂડ એક્ટ્રેસ પૂજા હેગડે ટીમ ઈન્ડિયાના આ ક્રિકેટર સાથે લગ્ન કરી રહી છે, વર્લ્ડ કપ બાદ લગ્નની તૈયારીઓ શરૂ થશે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

ક્રિકેટ અને બોલિવૂડ વચ્ચે ઘણો જૂનો સંબંધ છે. આ બંને ક્ષેત્રના દિગ્ગજો વચ્ચે ખૂબ જ સારો સંબંધ છે, અને બંને એકબીજાના કામના વખાણ કરે છે. બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ (Bollywood actresses) અને ફિલ્મ સ્ટાર્સે લગ્ન કર્યા છે, અને આ ચલણ આજે પણ ચાલુ છે. હાલમાં જ આ બંને ક્ષેત્રો સાથે જોડાયેલા અન્ય એક સમાચાર આ દિવસોમાં મીડિયાની હેડલાઇન્સમાં છે, આ સમાચાર અનુસાર અભિનેત્રી પૂજા હેગડે (Pooja Hegde) એક ક્રિકેટર સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહી છે.

 

 

શું પૂજા હેગડે મુંબઈના ક્રિકેટર સાથે લગ્ન કરશે?

બોલીવૂડની જાણીતી અભિનેત્રી પૂજા હેગડે (Pooja Hegde) ને ક્રિકેટની રમત ખૂબ જ પસંદ છે, આ સમાચાર કોઇ સામાન્ય માણસથી છૂપાયા નથી. ઘણા પ્રસંગોએ પૂજા હેગડે (Pooja Hegde) ક્રિકેટના મેદાનોમાં પોતાના ફેવરિટ ખેલાડીઓનું મનોબળ વધારતી જોવા મળી છે. હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે પૂજા હેગડે મુંબઈના એક ક્રિકેટર સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે.

પૂજા હેગડે (Pooja Hegde) કોઈ ખેલાડી સાથે જોડાયેલી હોય તેવા આ પ્રથમ સમાચાર નથી, આ પહેલા પણ એવા અહેવાલ આવ્યા હતા કે પૂજા હેગડે કર્ણાટકના એક સ્થાનિક ખેલાડી સાથે સંબંધ ધરાવે છે. જો કે પૂજાએ ત્યારે આ તમામ રિપોર્ટને નકારી દીધા હતા.

 

 

આ ક્રિકેટર સાથે કરી શકે છે પૂજા હેગડે લગ્ન

જો તમે સમાચારોમાં ઊંડા ઊતરશો તો પૂજા હેગડે મુંબઈના ક્રિકેટર સાથે લગ્ન કરવા જઈ રહી છે, અને હાલ તો શ્રેયસ અય્યર સિવાય મુંબઈનો કોઈ ખેલાડી કુંવારો નથી. હવે આવી સ્થિતિમાં પૂજા હેગડે (pooja hegde) ના સમર્થકોએ અટકળો શરૂ કરી દીધી હતી અને તેમણે આ સમાચારને સમર્થન આપ્યું હતું અને બધાને કહ્યું હતું કે પૂજા હેગડે મુંબઈના ખેલાડી શ્રેયસ અય્યર સાથે લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.

 

આગાહીકાર પરેશ ગોસ્વામીએ નવરાત્રિમાં વરસાદને લઈ કરી મોટી આગાહી, ખેલૈયા ખાસ જાણી લેજો, અંબાલાલથી કેટલી અલગ છે આગાહી?

ભારત કેનેડા વિવાદમાં માતા પિતાને ભારે ટેન્શન, ક્યાંક બાળકોના કરિયરની પથારી ન ફરી જાય, લાખો રૂપિયાનો ખર્ચો માથે પડશે

નવું વાહન ખરીદનારોઓ માટે મોટા સમાચાર, સરનામાના પુરાવા તરીકે ભાડાકરાર હશે તો નવું વાહન નહીં ખરીદી શકાય

 

આ રહી પૂજા હેગડેની ફિલ્મી સફર

જો પૂજા હેગડેની ફિલી જર્નીની વાત કરીએ તો તેણે સાઉથની ફિલ્મ ‘મુગ મોડો’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી તેણે બોલિવૂડ અને હિન્દી સિનેમા ઈન્ડસ્ટ્રી બંનેમાં સારું કામ કર્યું છે. પૂજાના ઓવરઓલ કરિયરની વાત કરીએ તો રાધેશ્યામ, હાઉસફુલ 4, બીસ્ટ જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે.

 

 

 

 


Share this Article
TAGGED: