નવું વાહન ખરીદનારોઓ માટે મોટા સમાચાર, સરનામાના પુરાવા તરીકે ભાડાકરાર હશે તો નવું વાહન નહીં ખરીદી શકાય

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

India News : અત્યાર સુધી ભાડાં કરારથી વર્ષે આઠથી દસ હજાર નવાં વાહનો વેચાતાં હતાં. જેને આરટીઓ કચેરી (RTO Office) મંજૂરી પણ આપતું હતું. પરંતુ હવે જમીન કે મિલ્કતના ભાડાં કરારથી નવાં વાહનો ખરીદી શકાશે નહીં પણ માન્ય પુરાવાની સાથે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (Executive Magistrate) સમક્ષ કરેલી એફિડેવિટ હશે તો માન્ય રખાશે. એફિડેવિટ ના હોય તો આરટીઓમાં માન્ય પુરાવાથી વાહન ખરીદી શકાશે, પરંતુ વાહન રજિસ્ટ્રેશન માટે વ્યક્તિ જ્યાં રહેતો હોય તે જિલ્લાની આરટીઓ કચેરીમાં જવાનું રહેશે. શુક્રવારની મીટિંગ અચાનક યોજાતા કેટલીક આરટીઓમાં પૂરતી વ્યવસ્થા પણ થઇ શકી નહીં.

ડીલરોના પ્રતિનિધિઓની ઓનલાઇન મીટિંગ હતી. મીટિંગમાં ધ સેન્ટ્રલ મોટર વ્હિકલ રૂલ્સ 1989નો કડક અમલ કરવાની સૂચના અપાઇ હતી. કંપનીના નામે નવા વાહનની ખરીદીમાં તમામ પુરાવા માન્ય રહેશે. કોઇ વ્યક્તિ નવું વાહન ખરીદે ત્યારે આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, એલઆઇસી અને સેન્ટ્રલ કે સ્ટેટની પગાર સ્લિપ માન્ય રહેશે. ઇલેક્ટ્રિક બિલ, ઇન્ડેક્સ પુરાવા તરીકે નહીં ગણાય.

ડિલરોને અપાઈ હતી ખાસ સૂચના

શુક્રવારે RTOઓમાં ડીલરોના પ્રતિનિધિઓની ઓનલાઈન મીટિંગ યોજાઈ હતી. જેમાં ડિલરોને ધ સેન્ટ્રલ મોટર વ્હિકલ રૂલ્સ 1989નો કડક અમલ કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે વ્યક્તિના સરનામાના અસલ પુરાવા જોઈને વેરિફાઈ કરવાની અને તેની નકલ પર સહી કરવાની જવાબદારી પણ વાહન ડિલરોને સોંપવામાં આવી છે.

એફિડેવિટ હશે તો માન્ય ગણાશે 

અત્યાર સુધી ભાડા કરારને સરનામાના પ્રુફ તરીકે રજૂ કરીને નવું વાહન ખરીદી શકાતું હતું, આરટીઓ દ્વારા પણ મંજૂરી અપાતી હતી. પરંતુ હવે ભાડા કરારથી વાહનો ખરીદી શકાશે નહીં, પરંતુ જો માન્ય પુરાવાની સાથે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ કરેલ એફિડેવિટ હશે તો આ ભાડાકરાર માન્ય રખાશે. જો આ એફિડેવિટ નહીં હોય તો ગ્રાહક ભાડાકરાર પર વાહન ખરીદી શકશે નહીં.

મનસુખ માંડવિયાએ દીકરીને પાસ કરાવવા માટે NEET PGના નિયમોમાં ફેરફાર કર્યો? જાણો સત્ય શું છે

દિલ્હીના આઝાદપુર શાકભાજી માર્કેટમાં લાગી ભીષણ આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા થયા

ભારતીય હેકર્સે દ્વારા કેનેડિયન આર્મીની વેબસાઈટને હેક કરવામાં આવી, રિપોર્ટમાં મોટો દાવો

 

 

વર્ષે 8થી 10 હજાર વેચાતા હતા વાહનો

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ભાડા કરારથી વર્ષે આઠથી દસ હજાર નવાં વાહનો વેચાતાં હતાં. જેને આરટીઓ કચેરી મંજૂરી પણ આપતું હતું. પરંતુ હવે જમીન કે મિલ્કતના ભાડાં કરારથી નવાં વાહનો ખરીદી શકાશે નહીં


Share this Article