Entertainment News: આજકાલ મનોરંજનની દુનિયામાં સાઉથની ફિલ્મોનો ક્રેઝ ચાલી જબરદસ્ત જોવા મળી રહ્યો છે. KGF, પુષ્પા, કાંતારા,જેલર વગેરે ફિલ્મોએ દર્શકોને ખૂબ મનોરંજન કરાવ્યું છે. ત્યારે વાત કરીએ સલાર ફિલ્મની તો પ્રભાસની સલાર ફિલમ બોક્સ ઓફિસ પર એક પછી એક રેકોર્ડ તોડી રહી છે.
બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચાયો
સલાર ફિલ્મને લઇને એક અપડેટ સામે આવી છે. જી હાં, પ્રભાસની ‘સલાર’ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલનના જણાવ્યા અનુસાર, ‘સલાર’ ફિલ્મે 19માં દિવસે વિશ્વભરમાંથી 6.05 કરોડ રૂપિયાની કમાણી કરીને 700 કરોડના ક્લબમાં એન્ટર થઇ ચૂકી છે. અત્યાર સુધી ફિલ્મની કુલ કમાણી 700.37 કરોડ રૂપિયા છે.
ગદર-2નો રેકૉર્ડ તોડ્યો
પ્રભાસની ‘સલાર’ફિલ્મે વર્ષ 2023માં રિલીઝ થયેલી સની દેઓલની ‘ગદર 2’નો વિશ્વભરમાં કમાણીનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. સની દેઓલની ફિલ્મે દુનિયાભરમાં 691 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. તેની સામે ‘સલાર’ ફિલ્મે 18 દિવસમાં 694 કરોડ રૂપિયાની કમાણી કરીને આ રેકોર્ડ બ્રેક કર્યો છે. શાહરૂખ ખાનની ફિલ્મ ડંકીની જો વાત કરીએ તો ડંકીના રિલીઝ થયાના એક દિવસ પછી 22 ડિસેમ્બરે ‘સલાર’ સિનેમાઘરોમાં આવી હતી. જોકે, કમાણીના મામલામાં પ્રભાસે શાહરુખ ખાનની ફિલ્મને પણ પાછળ છોડી દીધી છે.