પ્રભાસની ‘સાલાર’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, સાતમા દિવસમાં કમાણી 500 કરોડોને પાર

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Entertainment News: પ્રભાસની ‘સાલાર’ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલું જ નહીં પ્રભાસની ક્રાઈમ થ્રિલર આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ‘સલાર’એ રિલીઝના સાતમા દિવસે પણ કરોડો રૂપિયાની કમાણી કરી લીધી છે. 7મા દિવસના કલેક્શન બાદ આ ફિલ્મની કમાણી 500 કરોડને પાર પહોંચી ગઈ છે.

ફિલ્મે રિલીઝના પહેલા જ દિવસે 91 કરોડની કમાણી

‘સલાર’ 22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે રિલીઝના પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. ફિલ્મે પહેલા દિવસે 90.70 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ વર્ષની સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે.

‘સલાર’ એ રિલીઝના બીજા દિવસે રૂ. 56.35 કરોડ, ત્રીજા દિવસે રૂ. 62.05 કરોડ, ચોથા દિવસે રૂ. 46.30 કરોડ, પાંચમાં દિવસે રૂ. 24.90 કરોડ અને છઠ્ઠા દિવસે રૂ. 15.10 કરોડનું કલેક્શન કર્યું હતું. હવે ફિલ્મની સાતમા દિવસની કમાણીનો આંકડો સામે આવ્યો છે.

સાત દિવસનું કુલ કલેક્શન 309 કરોડ

સકનીલકના ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, ‘સલાર’એ તેની રિલીઝના સાતમા દિવસે 13.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે ‘સાલર’નું 7 દિવસનું કુલ કલેક્શન હવે 308.90 કરોડ રૂપિયા થઈ ગયું છે. ‘સાલર’ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જંગી નફો કમાઈ રહી છે. આ ફિલ્મને વૈશ્વિક બોક્સ ઓફિસ પર પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

‘સલાર’ 500 કરોડના ક્લબમાં સામેલ

BIG BREAKING: વર્ગ 3 માટે 15 દિવસમાં 5 હજારની ભરતી જાહેર, હસમુખ પટેલે કરી મોટી જાહેરાત

મહામારીનો હાહાકાર: કોરોનાને લઈ કરોડો ગુજરાતીઓ માટે એલર્ટ! નવા પ્રકારના કેસનો આંકડો જોઈ ભલભલા ડરી જશે

Big News: 8 ફેબ્રુઆરી 2024થી ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા થશે શરૂ, દરરોજ 50 હજાર ઉમેદવારો આપશે પરીક્ષા

ફિલ્મની વર્લ્ડવાઈડ કમાણીની વાત કરીએ તો ‘સલાર’એ રિલીઝના 6 દિવસમાં 450.70 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મના વર્લ્ડવાઈડ કલેક્શનમાં સાતમા દિવસે 20-30 કરોડ રૂપિયાનો વધારો થવાની શક્યતા છે. 7મા દિવસના કલેક્શન બાદ આ ફિલ્મ 500 કરોડના ક્લબમાં સામેલ થવાની શક્યતા છે.


Share this Article