આવો તે રંગ માડી આવો તે રંગ, આવો તે રંગ માડી કેવો ને રંગ… આ શબ્દો, મીની પાવગઢનું કુદરતી વાતારણ, નવરાત્રિની ફિલિંગ આવી જાય એવું મ્યૂઝિક…. આ બધું જ વાંચીને તમને ખ્યાલ આવી ગયો હશે અહીં વાત થઈ રહી છે ગુજરાતની જાણીતી અને માનીતી સિંગર પ્રિયંકા ખેરની. એક જ અઠવાડિયામાં આ ૧ ગુજરાતીઓના ગીત મનમાં વસી ગયું છે. લોકો રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં પણ શેર કરી રહ્યા છે.
આમ તો પ્રિયંકા પ્રોફેશનલી છેલ્લા ૧૦ વર્ષથી ગુજરાતી સુર-સંગીત સાથે કામ કરી રહી છે અને લોકો પણ એમના ગીતને વર્ષોથી વધાવી-વખાણી રહ્યા છે. પરંતુ એમનું અદકેરુ વ્યક્તિત્વ અને સંઘર્ષ પણ એટલો જ સુગંધિત છે. ધંધુકાના નાનકડા ગામ પછમથી લઈને દેશ વિદેશમાં પહોંચવા માટે પ્રિયંકાએ તનતોડ મહેનત કરી છે. ધોરણ ૧૦ સુધી પ્રિયકાઐ ગામમાં રહીને જ અભ્યાસ કર્યો. અભ્યાસમાં તો અવ્વલ હતી જ પણ સાથે સાથે પ્રિયંકા ગાવામાં એનાથી પણ ચડિયાતી હતી. ગામના દરેક લોકો, શિક્ષકો અને સગા વ્હાલા પણ કહેતા કે પ્રિયંકાને ધપાવો. પરંતુ ધોરણ ૧૦માં આગળ ધપાવો. પરંતુ ધોરણ પ્રિયંકા સેન્ટરમાં પ્રથમ નંબરે આવી અને કે આગળ અભ્યાસ માટે સાયન્સમાં એડમિશન લેવાનું થયું. હવે એ ગામમાં સાયન્સ માટે કોઈ શાળા નહોતી એટલે ગાંધીનગર આવવાનું થયું અને ત્યાંથી ઉચ્ચ અભ્યાસ માટે ગંગા અને ત્યારબાદ એમ એલગ અલગ જગ્યાએ અર્થે જવાનું થયું.
પહેલા ધોરણથી જ ગાવાનું શરૂ
ભણવામાં હોંશિયાર પ્રિયંકા હવે ગામડામાંથી શહેરમાં આવી ગઈ હતી એટલે એના માટે એમની સંગીતની કળાને વિકસાવવાનો કોપ વધારે હતો. એટલે અમદાવાદમાં ૨ વર્ષ સુધી ભણતા ભણતા સંગીતના ક્લાસિસ કર્યાં અને બેઝને વધારે મજબૂત કર્યો. પહેલા ધોરણથી જ પ્રિયંકાએ સ્ટેજ પર ગાવાનું શરૂ કરી દીધું હતું એટલે સ્ટેજ ફિયર કે પછી લોકો શું કહેશે એનો ડર જરાય નહોતો. પહેલું જ ગીત જ્યારે શીવ પાવતીનું ગાયું ત્યારે આખું ગામ પણ ચકિત રહી ગયું કે 2 આટલી નાનકડી બાળા આટલું મસ્ત કઈ રીતે ગાઈ શકે. એક તો પરિવાર ખેતી સાથે જોડાયેલ હતો અને આ સંગીત વિશે કોઈ જ ખબર નહોતી પડતી. પરંતુ પ્રિયંકાના અવાજે લોકોને પરખ કરાવી કે દીકરી આ ફિલ્ડમાં આગળ જાય તો ઘણું સારુ થઇ શકે એમ છે.
અનેક કળાઓનો ખજાનો
પ્રિયંકાની બીજી વિશેષતા છે કે તે ગુજરાતી પુરતી જ સિમિત નથી રહી. રાજસ્થાની, બેંગોલી, ફોલ્ક સોંગ.. જૈના અનેક સંગીતમાં હાથ અજમાવ્યો છે અને ખુબ સારું કામ કર્યું છે. સાથે જ વાત કરીએ તો પોતે એક સારી સિંગરની સાથે સાથે, પ્રોડ્યુસર, ગીત લેખક છે અને શોર્ટ ફિલ્મ પણ બનાવે છે. સાથે સાથે જ નાટકોમાં પણ અનેક વખત કામ કર્યું છે. એ રીતે જોવા જઈએ તો પ્રિયંકા કળાઓનો ખજાનો ધરાવે છે. અત્યાર સુધીમાં ૩ ફિલ્મ બનાવી પણ ચૂકી છે અને હવે આવનારું શોર્ટ ફિલ્મ અગન પંખુડી પણ રિલિઝ થવાનું છે. આ ફિલ્મ ઓહો ગુજરાતી પર રિલિઝ થશે. વિશેષ વાત તો એ છે કે જેમાં પ્રિયંકાએ પોતે જ એક ગીત લખ્યું છે અને ગાયું છે. આ ગીતના શબ્દો છે અગન એક બાળા.
હાલમાં જે અભ્યાસ ગીત એના વિશે વાત કરીએ તો મીની પાવગઢમાં આ ગીતનું શુટિંગ કરવામાં આવ્યું છે. ગીતનો વિચાર કેમ આવ્યો એ વિશે પ્રિયંકા વાત કરે છે કે જ્યારે ઉંજામાં મા ઉમિયા ધામનો લક્ષચંડી મહાયજ્ઞ થયો ત્યારે મારે પણ જવાનું થયું. અને હું ઉમિયા માતાજીને પહેલાથી જ વધારે ગીત ધૂમ મચાવી રહ્યું છે આવો તે રંગમાનુ છું. એટલે ત્યારે વિચાર આવ્યો કે માતાજી પર એક ગીત બનાવવું અને ઉંજામાં જ શુટિંગ કરવાનું પણ મન હતું. જો કે એ શક્ય ન થઈ શક્યું. ત્યારબાદ મીની પાવગઢમાં ગીતનું શુટિંગ કર્યું હતું. આ ગીતમાં મ્યૂઝિક સંકેત ખાંડેકરે આપ્યું છે તો પ્રિયંકા ખેર પ્રોડક્શનમાંથી પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. સાથે જ વિશાલ વ્યાસે ડાયરેક્ટર તરીકે ભૂમિકા ભજવી છે. આ સિવાય જૂનાગઢ શેરની બજારમાં, ગોર મા, દેવ દ્વારિકાવાળા…. જેવા અનેક ગીત ગાઈને પ્રિયંકા ગુજરાતીઓના દિલમાં પોતાની જગ્યા બનાવી ચૂકી છે.