Pushpa 2 Box Office Collection Day 4: અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના, અને ફહદ ફાસિલની ‘પુષ્પા 2: ધ રૂલ’ તેના પહેલા દિવસની જેમ જ દર્શકોમાં ક્રેઝ પેદા કરી રહી છે. પુષ્પા ૨’ એ તેના ચોથા દિવસે લગભગ એટલી જ કમાણી કરી છે જેટલી તેણે પહેલા દિવસે કરી હતી. જ્યારે ફિલ્મે ઓપનિંગ ડે પર ₹164.25 કરોડનું કલેક્શન કર્યું હતું, ચોથા દિવસે ₹141.5 કરોડનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મે ભારતમાં 4 દિવસની અંદર ₹529.45 કરોડનું કલેક્શન કર્યું છે. મૂળ તેલુગુમાં બનેલી ફિલ્મ ‘પુષ્પા 2’ને હિન્દીમાં શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. ચોથા દિવસે ₹85 કરોડનું કલેક્શન કર્યું હતું.
‘પુષ્પા 2: ધ રૂલ’એ હિન્દી બોક્સ ઓફિસ કલેક્શનનો રેકોર્ડ તોડ્યો છે. બોલિવૂડની કોઈ પણ ફિલ્મ એક જ દિવસમાં ₹85 કરોડનું કલેક્શન કરી શકી નથી. સેક્નીકના રિપોર્ટ પ્રમાણે ‘પુષ્પા 2’એ રવિવારે ₹141.5 કરોડનું કલેક્શન કર્યું હતું. તેણે હિંદીમાં ૮૫ કરોડ, તેલુગુમાં ૪૪ કરોડ, તમિલમાં ૯.૫ કરોડ, મલયાલમમાં ૧.૯ કરોડ અને કન્નડમાં ૧.૧ કરોડ રૂપિયા એકઠા કર્યા હતા.
‘પુષ્પા 2’એ ભારતમાં કરી આટલી કરોડની કમાણી
પુષ્પા ૨’ એ ભારતીય બોક્સ ઓફિસ પર ૫૨૯.૪૫ કરોડનું કલેક્શન કર્યું છે. દરમિયાન, નિર્માતાઓએ અહેવાલ આપ્યો હતો કે ફિલ્મનું વર્લ્ડવાઇડ કલેક્શન 3 દિવસમાં 621 કરોડ સુધી પહોંચી ગયું છે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર, ‘પુષ્પા 2’એ 4 દિવસમાં ગ્લોબલ બોક્સ ઓફિસ પર 700 કરોડનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મ ટૂંક સમયમાં ૧૦ કરોડ ક્લબમાં પ્રવેશ કરે તેવી સંભાવના છે.
ભારતની સૌથી મોંઘી સોસાયટી, દરેક ફ્લેટની કિંમત 100 કરોડ રૂપિયા છે, અંદર શું છે? જાણો
વિશ્વની પ્રથમ CNG બાઇક થઈ સસ્તી, બજાજે ફ્રીડમ 125ની કિંમતમાં કર્યો મોટો ઘટાડો
PAN 2.0: ડુપ્લિકેટ PAN કાર્ડવાળા તરત જ સરેન્ડર કરી દેજો, નહીંતર ભરાઈ જશો!
અલ્લુ અર્જુનની ફી અને ‘પુષ્પા 2’નું બજેટ
અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ ભારતની અત્યાર સુધીની સૌથી મોટી વિકેન્ડ ઓપનર બની ગઈ છે. નિર્માતાઓ ચોક્કસપણે આ વાતથી ખૂબ જ ખુશ છે. ફિલ્મનું કુલ બજેટ 400 કરોડ છે. અલ્લુ અર્જુને તેના માટે ૩૦૦ કરોડ ચાર્જ કર્યા હોવાના અહેવાલ છે. મેકર્સે અલ્લુની ફી અને બજેટ 4 દિવસમાં વસૂલ કરી લીધું છે.