મેં ઝુકેગા નહીં આજકાલ મોટાભાગના યંગસ્ટર્સના મોંમાથી બસ આ એક ડાયલોગ નીકળે છે. સાઉથની ફિલ્મ પુષ્પાના લોકો દિવાના થઈ ગયા છે. અને એક્ટર અલ્લુ અર્જુનની એક્ટિંગે લોકો પર એવો જાદૂ કર્યો છે કે, અલ્લુના ડાયોલગ પર આજે લાખો રીલ્સ બની ચૂકી છે. જાે કે, ફિલ્મમાં ચંદનચોરનું જીવન જીવતો અલ્લુ અર્જુન રિયલ લાઈફમાં આલિશાન લાઈફસ્ટાઈલમાં જીવે છે. તેની પાસે ૧૦૦ કરોડનો બંગલો છે, તો તે લક્ઝરી કાર્સ અને વોચનો શોખીન છે. અને ૭ કરોડ રૂપિયાની વેનિટી વાન પણ છે. અલ્લુ અર્જુનની પત્નીનું નામ સ્નેહા રેડ્ડી છે અને તેને અયાન અને અરહા એમ બે સંતાનો છે.
તે પોતાના પરિવાર સાથે હૈદરાબાદમાં જુબલી હિલ્સની પાસે આલિશાન બંગલામાં રહે છે. નો બ્રોકર ઈન્ડિયાના અનુસાર ઘરની અંદર તમામ સુવિધાઓ છે. અલ્લુ અર્જુનના આ આલિશાન બંગલાનું નામ બ્લેસિંગ એટલે કે આશીર્વાદ રાખવામાં આવ્યું છે. અને આ ઘરની કિંમત ૧૦૦ કરોડ રૂપિયાથી વધારે છે. અલ્લુ અર્જુનની અંદાજિત કુલ સંપત્તિ લગભગ ૪૭ મિલિયન યુએસ ડોલર છે.
અલ્લુ અર્જુન ખુબ જ આલિશાન જીવન જીવે છે. તેને લક્ઝરી વોચનો ભારે શોખ છે. મેન્સ એક્પી અનુસાર અલ્લુ અર્જુનની પાસે કાર્ટિયર સેંટોસ ૧૦૦ એક્સએલ, હબલોટ બેંગ બેંગ સ્ટીલ કાર્બન અને રોલેક્સ ડેટોના સ્ટેનલેસ સ્ટીલ જેવી મોંઘીદાટ વોચ છે. આ ઉપરાંત અલ્લુ અર્જુનને લક્ઝરી કાર્સનો પણ ખુબ જ શોખ છે.
જીક્યુ ઈન્ડિયા અનુસાર તેમની પાસે એચ૨, રેંજ રોવર વોગ, જગુઆર એક્સજેએલ, વોલ્વો એક્સસી૯૦ ટી૮ જેવી કાર્સ સામેલ છે. આ ઉપરાંત અલ્લુની પાસે એક પ્રાઈવેટ જેટ પણ છે. અલ્લુ અર્જુને ૨૦૧૯માં એક વેનિટી વાન લીધી હતી અને તેનું નામ ફાલ્કન રાખવામાં આવ્યું હતું. આ વેનિટી વાન કોઈ મહેલથી ઓછી નથી. તે સોશિયલ મીડિયામાં પોતાની વાનની તસવીરો શેર કરે છે. આ વાનને ઈન્ટિરિયર બ્લેક, વ્હાઈટ અને સિલ્વર કલરથી પેઈન્ટ કરવામાં આવી છે. વેનિટી વાનમાં રેકલાઈનર ચેરથી લઈને લેધરની સીટ, મોટો મિરર અને મનોરંજનની અનેક વસ્તુઓ સામેલ છે. આ વાનની કિંમત પણ ૭ કરોડ રૂપિયા છે.