રાખી સાવંતનો પતિ આદિલ દુર્રાની મંગળવારે સવારે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. હાલમાં આદિલ પર 504, 506, 323 અને 406ની ચાર કલમો લગાવવામાં આવી છે, જે અંતર્ગત પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે. આદિલ હાલમાં ઓસિવારાના પોલીસ સ્ટેશનમાં છે, જ્યાં તેના ફોન જપ્ત કરવામાં આવ્યા છે અને તેની પૂછપરછ ચાલુ છે. રાખીએ વાતચીત દરમિયાન જણાવ્યું કે, તેઓ તેને સવારે પકડીને લઈ ગયા. તેણે મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે. સવારે તે મારા ઘરે આવ્યો અને મારી સાથે મારપીટ કરવા લાગ્યો. મેં તરત જ પોલીસને ફોન કર્યો અને પોલીસ તેને લઈ ગઈ. મેં બે દિવસ પહેલા એફઆઈઆર નોંધાવી હતી. જ્યાં એનસી થઈ, જેના આધારે પોલીસે તેને એફઆઈઆરમાં ફેરવી. તે કંઈ પણ બોલ્યા વગર સવારે મને મળવા આવ્યો હતો અને મારી સાથે જબરદસ્તી કરવા લાગ્યો હતો. મેં આદિલ વિરુદ્ધ બે વાર કેસ દાખલ કર્યો હતો પરંતુ મીડિયા સામે ક્યારેય તેનો ઉલ્લેખ કર્યો નથી. પોલીસે તે સમયે આદિલને પણ સમજાવ્યો હતો. તે દરમિયાન નોન કંટ્રોલેબલ ઓફેન્સ લખવામાં આવ્યો હતો. ગઈકાલે રાત્રે FIR દાખલ કરવામાં આવી છે.
સમાધાન કરવા તૈયાર નથી, રાખી છૂટાછેડા માંગે છે
રાખી આગળ કહે છે કે, હું હવે આદિલ સાથે સમાધાન કરવા માંગતી નથી. હું એવા માણસ સાથે રહી શકતી નથી જે ઘણી બધી છોકરીઓ સાથે સુવે છે. હું ઈચ્છતી હતી કે તે માફી માંગે અને તનુને છોડીને મારી પાસે આવે. હવે મેં નક્કી કર્યું છે કે મારે હવે છૂટાછેડા લેવા પડશે.
ચાર લાખની રોકડ અને દાગીના લઈને ભાગ્યો
રાખીના કહેવા પ્રમાણે, તેણે મને માત્ર ભાવનાત્મક રીતે જ નહીં પરંતુ પૈસા પણ લૂંટ્યા છે. બે દિવસ પહેલા તે મારા ઘરેથી ચાર લાખના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. તેણે મને ખૂબ સારી રીતે હેરાન કરી છએ. પૈસા લઈને પણ ઘણું લૂંટ્યું. ગત રાત્રે રાખી પણ આદિલ સાથે રેસ્ટોરન્ટમાં ફૂડ ખાતી જોવા મળી હતી, જેના જવાબમાં રાખીએ કહ્યું કે, આદિલ ત્યાં અચાનક મારી માફી માંગવા આવ્યો હતો. હું તેની સાથે વાત પણ કરવા માંગતી ન હતી, પરંતુ ત્યાંના મીડિયાના કહેવા પર તેણે મને ખવડાવવાનું શરૂ કર્યું. પરંતુ અમે વાત કરી નથી.
આ 6 રાશિવાળાને મજ્જા જ મજ્જા, સુર્ય અને શનિ બન્ને સાથે એવી કૃપા કરશે કે 30 દિવસ જન્નતની જેમ પસાર થશે
100, 200, 500, 1000… તુર્કીમાં મહાવિનાશ: ભૂકંપથી 3400 લોકોના મોત, હજુ હજારો લોકો નહીં બચે એવી આશંકા
પોલીસે શું કહ્યું?
કેસની તપાસ કરી રહેલા ઈન્સ્પેક્ટર રજની સાલુંખેએ જણાવ્યું કે, અમે આદિલને સવારે જ અટકાયતમાં લીધો છે. હાલમાં પ્રક્રિયા ચાલુ છે. રાખીએ એફઆઈઆર નોંધાવી છે. આ પહેલા પણ રાખી બે વખત ફરિયાદ કરી ચૂકી છે. અમે આ મામલે તપાસ કર્યા બાદ જ કહી શકીશું. અમે છેલ્લા બે દિવસથી આદિલને શોધી રહ્યા હતા. તેને બોલાવવા પર તે મળવાનું ટાળતો હતો. આજે સવારે રાખીનો ફોન આવ્યો કે આદિલ તેને ઘરે ટોર્ચર કરી રહ્યો છે. તેથી અમે આજે તેને પકડી લીધો હતો. રાખીના જે પણ આરોપો છે તેની ચકાસણી કરવામાં આવશે.