સૌથી વધારે ચાહકો જેની રાહ જોઈ રહ્યાં છે એવી પુષ્પા-2 વિશે શ્રીવલ્લીનો મોટો ધમાકો, કહ્યું- પહેલા ભાગ કરતાં પણ બીજો ભાગ…

Desk Editor
By Desk Editor
Share this Article

Bollywood News: રશ્મિકા મંદાના અને અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ બોક્સ ઓફિસ પર જબરદસ્ત હિટ રહી હતી, ત્યારે ચાહકો હવે ‘પુષ્પા 2’ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. 

એક ઇન્ટરવ્યુમાં, ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી રશ્મિકા મંદાનાએ ‘પુષ્પા 2’ વિશે એક મોટું અપડેટ શેર કર્યું છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, રશ્મિકાએ ‘પુષ્પા 2’ વિશે વાત કરી કે સુકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ “પહેલા કરતાં મોટી” હશે.

રશ્મિકાએ કહ્યું, “અમે 50 દિવસથી વધુ સમયથી ફિલ્મ બનાવી રહ્યા છીએ અને હજુ ઘણું કરવાનું બાકી છે, પરંતુ હું હંમેશા મારા દર્શકોને વચન આપું છું કે, ફિલ્મ પહેલા કરતા વધુ સારી છે અને ઘણી મોટી હશે. તેમાં ઘણી મહેનત કરવામાં આવી છે અને દરેક ડિટેઇલ્સ અને દરેક પાત્ર પર ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે. આ ફિલ્મ ચોંકાવશે!”

પહેલા પણ રશ્મિકાએ ‘પુષ્પા 2’ પર અપડેટ શેર કરી હતી. પિંકવિલાને આપેલા એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે તેણે ‘પુષ્પા 2’ માટે એક ગીતનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

તેણે કહ્યું હતું કે, “અમે પહેલી ફિલ્મમાં થોડું પાગલપન બતાવ્યું હતું, ભાગ 2 માં અમે જાણીએ છીએ કે અમારી એક જવાબદારી છે કારણ કે લોકોને ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. અમે આ જવાબદારી પર ખરા ઉતરવાનો સતત અને સક્રિય પ્રયાસ કરી રહ્યા છીએ.”

હમણાં જ ‘પુષ્પા 2’ માટે એક ગીત શૂટ કર્યું છે અને મેં કહ્યું, ‘તમે લોકો આ વિશે કેવી રીતે વિચારી રહ્યા છો? દરેક વ્યક્તિને સારી ફિલ્મ બનાવવાની પ્રેરણા મળે છે. અમે બધા બહાર ગયા છીએ અને પ્રોસેસનો આનંદ લઈ રહ્યા છીએ. આ એક એવી વાર્તા છે જેનો કોઈ અંત નથી, તમે તેને કોઈપણ દિશામાં લઈ જઈ શકો છો. આ મજા છે.”

ઉલ્લેખનીય છે કે ‘પુષ્પાઃ ધ રાઈઝ’ વર્ષ 2021માં રીલિઝ થઈ હતી. આ ફિલ્મ પણ સુકુમારે લખી હતી અને ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ત્યારથી ચાહકો ‘પુષ્પા 2: ધ રૂલ’ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

રણવીર પહેલા 6 જગ્યાએ મોં મારી ચૂકી છે દીપિકા, ધોનીથી લઈને યુવરાજ સુધીના સાથે અફેર, પટેલનું નામ સાંભળી ચોંકી જશો.

માર્ચમાં કમોસમી વરસાદ બાદ ફરીથી ઠંડી લોકોને ધ્રુજાવશે, કરોડો ગુજરાતીઓ માટે અંબાલાલની હાજા ગગડાવતી આગાહી

જો કોઈ એવું વિચારે કે ભારત તેના વિના જીતી શકતું નથી તો… ગાવસ્કરે કોહલીને મરચા લાગે એવી વાત કરી

એવા અહેવાલો છે કે ‘પુષ્પા 2’ના શૂટિંગનું ફાઈનલ શેડ્યૂલ હવે ચાલી રહ્યું છે. ‘પુષ્પા 2’માંથી અલ્લુ અર્જુનનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. પોસ્ટરમાં તે સાડી પહેરેલી જોવા મળ્યો હતો અને તેનો ચહેરો વાદળી અને લાલ રંગમાં રંગવામાં આવ્યો હતો. ચાહકો હવે રશ્મિકા મંદાનાનાં ફર્સ્ટ લૂક પોસ્ટરની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ, 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે. 


Share this Article
TAGGED: