એક નહીં પરંતુ બે ફિલ્મો એનિમલ અને સામ બહાદુર આવતીકાલે 1લી ડિસેમ્બરે ભારતીય બોક્સ ઓફિસ પર ટકરાવા જઈ રહી છે. રણબીર કપૂર, રશ્મિકા મંદન્ના, બોબી દેઓલ અને અનિલ કપૂર સ્ટારર ફિલ્મ એનિમલને લઈને સિનેમા પ્રેમીઓમાં ભારે ક્રેઝ છે. તે જ સમયે, વિકી કૌશલ, સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ સ્ટારર ફિલ્મ સામ બહાદુરને એડવાન્સ બુકિંગમાં વધુ પ્રતિસાદ મળી રહ્યો નથી.
એક્શન ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર સામ બહાદુર કરતા પણ મોટી ઓપનિંગ લેશે તે નિશ્ચિત છે. દરમિયાન, એનિમલની મુખ્ય અભિનેત્રી રશ્મિકા મંડન્નાએ સામ બહાદુર સ્ટાર વિકી કૌશલ માટે એક સંદેશ છોડ્યો છે. રશ્મિકા મંડન્નાએ 1લી ડિસેમ્બરે રિલીઝ થઈ રહેલી ફિલ્મ એનિમલ અને સામ બહાદુરની રિલીઝના એક દિવસ પહેલા વિકી કૌશલને શુભેચ્છા પાઠવી છે.
આજે 30 નવેમ્બરના રોજ રશ્મિકાએ તેની ઈન્સ્ટોરી પર સામ બહાદુર લુકમાં વિકી કૌશલની તસવીર શેર કરી અને લખ્યું, વિકી કૌશલ જી, તમને આવતીકાલે સામ બહાદુર માટે શુભકામનાઓ અને અભિનંદન, હું આ ફિલ્મ જોવા માટે રાહ જોઈ શકતી નથી. સામ બહાદુર ડાયરેક્ટર મેઘના ગુલઝારે બનાવી છે, જેણે રાઝી જેવી દમદાર ફિલ્મ બનાવી છે. ફિલ્મમાં વિકી કૌશલ ભારતીય સેનાના પ્રથમ ફિલ્ડ માર્શલ સામ બહાદુરની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા સામ બહાદુરની પત્નીની ભૂમિકા ભજવશે અને ફાતિમા સના શેખ દેશના દિવંગત પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરાની ભૂમિકામાં જોવા મળશે.
જોકે, આ ફિલ્મની સામે રણબીર કપૂરની ફિલ્મ એનિમલ આવી રહી છે. જેમાં રશ્મિકા મંદાન્નાનો લીડ રોલ છે. પણ જોકે, એનિમલે બુકિંગની બાબતમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. જેમાં આટલી મોટી સંખ્યામાં ટિકિટ વેચાઈ છે. જેની સામે સામ બહાદૂરને જોવા વાળો એક વર્ગ છે. જે આ ફિલ્મની રાહ જોઈને બેઠો છે. આ પણ હકીકત છે.